Not Set/ જાણો અધિર રંજન ચૌધરીએ કોને કહ્યાં રામુ અને શ્યામુ, શું છે મામલો ?

કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષનાં નેતા અધિર રંજન  ચૌધરી દ્વારા ભાજપ  – PM મોદી અને HM અમિત શાહ પર જોરદાર માર્મીક પ્રહાર કરવામાં આવ્યા હતા. અધિર રંજન ચૌધરીએ કહ્યું હતું કે, મોદીજી એવી વાત કરે છે કે જેમણે તેમણે ક્યારેય એનઆરસી વિશે સાંભળ્યું ન હોય, પરંતુ તેમના ગૃહ પ્રધાને સંસદમાં કહ્યું હતું કે, […]

Top Stories India
modi shah adhir ranjan જાણો અધિર રંજન ચૌધરીએ કોને કહ્યાં રામુ અને શ્યામુ, શું છે મામલો ?

કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષનાં નેતા અધિર રંજન  ચૌધરી દ્વારા ભાજપ  – PM મોદી અને HM અમિત શાહ પર જોરદાર માર્મીક પ્રહાર કરવામાં આવ્યા હતા. અધિર રંજન ચૌધરીએ કહ્યું હતું કે, મોદીજી એવી વાત કરે છે કે જેમણે તેમણે ક્યારેય એનઆરસી વિશે સાંભળ્યું ન હોય, પરંતુ તેમના ગૃહ પ્રધાને સંસદમાં કહ્યું હતું કે, એનઆરસીનો અમલ આખા દેશમાં કરવામાં આવશે. આ વાત પર તંજ કરતા અધિર રંજન  ચૌધરીએ ઉમેર્યુ હતું કે, “યે રામુ ઔર શ્યામુ ક્યા કહતે હૈ, ક્યા નહીં કહેતા હૈ ઇસપે હમકો ધ્યાન દેના પડેગા કુંકી યે ગુમરાહ માસ્ટર હૈં”

આપને જણાવી દઇએ કે, ભાજપ દ્વારા હાલમાં NRC મામલે સ્પષ્ટતા કરવામાં આવી રહી છે કે, અત્યારે એનઆરસીની ચર્ચા કરવાની કોઇ જરૂર નથી. કારણ કે, તે લાગું કરવાની વાત અત્યારે છે નહીં. ગૃહમંત્રી અમિત શાહ દ્વાર હાલમાં જ પોતાનાં એક ઇન્ટરવ્યૂમાં કહેવામાં આવ્યું હતું કે, મારી પાર્ટીનો(ભાજપનો) ચૂંટણી ઢંઢેરો તેની જગ્યાએ છે. જ્યારે NRC લાગુ કરવામાં આવશે ત્યારે સંપૂર્ણ કસરત(ચર્ચા-વિચારણા) કરવામાં આવશે. હું આખા દેશને કહેવા માંગુ છું કે એનપીઆરનો ડેટા, એનઆરસી માટે ઉપયોગમાં લેવામાં આવશે નહીં. કારણ કે તે બે કાયદા જુદા છે.

શાહે વધુમાં જણાવ્યું હતું કે, હું એકવાર ફરી સ્પષ્ટતા કરુ છું કે,  નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન અને નેશનલ પોપ્યુલેશન રજિસ્ટને કોઇ સંબંધ નથી. હાલ એનઆરસી પર ચર્ચા કરવાની જરૂર નથી કારણ કે, તેના પર હજી સુધી કોઈ ચર્ચા થઈ નથી. વડા પ્રધાને સાચું કહ્યું હતું કે, આ અંગે સંસદમાં કે મંત્રીમંડળમાં ચર્ચા થઈ નથી.

આપને જણાવી દઇએ કે, લોકસભામાં વિરોધ પક્ષનાં નેતા અધિર રંજન  ચૌધરી દ્વારા ભાજપ  – PM મોદી અને HM અમિત શાહ પર પ્રહાર કરતા કટાક્ષમાં કહ્યું હતું અને તે વાતને યાદ કરાવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો, જ્યારે પૂર્વે NRC મામલે અસામ સંદર્ભની ચર્ચા સમયે HMએ કહ્યું હતું કે, કાયદો પૂરા દેશમાં લાગુ કરવામાં આવશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.