Not Set/ વકીલો આનંદો, 07મી જૂનથી કોર્ટ ફિઝિકલ થશે શરુ, ગાઇડલાઇનનું કરવું પડશે ચુસ્તરીતે પાલન

છેલ્લા એક વર્ષ કરતા પણ વધારે સમયથી કોરોનાના કહેરના કારણે ન્યાયપાલિકામાં ઓનલાઇન પ્રક્રિયા અમલમાં હતી. જેમાં કોર્ટના તમામ કામો ઓનલાઇન થકી જ થતા હતા. જજ કે પછી મેજિસ્ટ્રેટ જ કોર્ટમાં હાજર રહેતા હતા જયારે વકીલો પોતાના ઘરે કે પછી ઓફિસેથી વીડિયો કોન્ફ્રસ દ્વારા કોર્ટની પ્રક્રિયામાં જોડાતા હતા. જોકે, કોરોના કાળની બીજી લહેરમાં નવા કેસો આવવાના […]

Gujarat
gujarat highcourt વકીલો આનંદો, 07મી જૂનથી કોર્ટ ફિઝિકલ થશે શરુ, ગાઇડલાઇનનું કરવું પડશે ચુસ્તરીતે પાલન

છેલ્લા એક વર્ષ કરતા પણ વધારે સમયથી કોરોનાના કહેરના કારણે ન્યાયપાલિકામાં ઓનલાઇન પ્રક્રિયા અમલમાં હતી. જેમાં કોર્ટના તમામ કામો ઓનલાઇન થકી જ થતા હતા. જજ કે પછી મેજિસ્ટ્રેટ જ કોર્ટમાં હાજર રહેતા હતા જયારે વકીલો પોતાના ઘરે કે પછી ઓફિસેથી વીડિયો કોન્ફ્રસ દ્વારા કોર્ટની પ્રક્રિયામાં જોડાતા હતા.

જોકે, કોરોના કાળની બીજી લહેરમાં નવા કેસો આવવાના પ્રમાણમાં ખુબજ ઘટાડો આવી રહ્યો છે અને મ્ર્ત્યુઆંક પણ ધીરે ધીરે ઘટી રહ્યો છે ત્યારે સરકારે પણ હવે તમામ નાગરિકોને અનેક રાહતો આપવાની શરૂઆત કરી છે.

રાજ્ય સરકારે કર્ફ્યુના સમયમાં બદલાવ કરીને સાથે સાથે લોકોને ધંધો વેપાર કરવા માટે પણ પૂરતો સમય આપ્યો છે.આમ, લોકોની ગાડી ધીરે ધીરે પાટા ઉપર આવવા લાગી છે. ત્યારે વકીલો પણ આ રાહતથી કેવી રીતે બાકાત રહી શકે તે માટે ગુજરાત હાઇકોર્ટે એક મહત્વનો નિર્ણય લીધો છે.

આગામી 07મી જૂન ( સોમવારે ) રાબેતા મુજબ ગુજરાતની તમામ ન્યાય પાલિકાને કોરોનાની ગાઈડ લાઈન મુજબ ફિઝિકલ રીતે શરુ કરવાની પરવાનગી આપી દીધી છે.

કોર્ટ શરુ થવાના સમાચારો વકીલ આલમમાં ફેલાતા વકીલોની અંદર ભારે ઉત્સાહ અને આનંદની લાગણી જોવા મળી રહી છે. કારણકે તેમની રોજગારીની ઉપર કોરોનાએ જોરદાર લાત મારી હતી. જોકે, હાઇકોર્ટના અત્યારના નિર્ણયથી વકીલો ઘણા ખુશ થયા છે.

ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેરમાં રાજ્યની તમામ ન્યાયપાલિકાની અંદર ઘણા જુનિયર સિનિયર વકીલોના દુઃખદ અવસાન થયા હતા. એટલુંજ નહિ 6.5 કરોડ ગુજરાતીઓએ કોરોનાની બીજી લહેરમાં રાજ્યની અંદરથી ઘણા મેજિસ્ટ્રેટ અને સિનિયર જજને ગુમાવી દીધા છે. સાથે જ કોર્ટ સ્ટાફના ઘણા કર્મચારીઓ પણ જીવલેણ બીમારીના ભોગ બન્યા હતા. જયારે હવે કોર્ટ શરુ થવા જઈ રહી છે ત્યારે તમામ વકીલોએ, કોર્ટ સ્ટાફે , અસીલોને તેમજ પોલીસ જવાનોને કોરોનાની ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરવું જ પડશે તો જ કોર્ટ કાર્યવાહી કોરોનમુક્ત રીતે ચાલશે.