PAK vs AFG/ અફઘાનિસ્તાને પાકિસ્તાનને આપ્યો 130 રનનો ટાર્ગેટ, હેરિસ રઉફે લીધી 2 વિકેટ

અફઘાનિસ્તાને પાકિસ્તાનને જીતવા માટે 130 રનનો ટાર્ગેટ આપ્યો છે, એશિયા કપ 2022ની ચોથી સુપર ફોર મેચમાં અફઘાન ટીમ માટે ઈબ્રાહિમ ઝદરાને સૌથી વધુ 35 રન બનાવ્યા

Top Stories Sports
2 12 અફઘાનિસ્તાને પાકિસ્તાનને આપ્યો 130 રનનો ટાર્ગેટ, હેરિસ રઉફે લીધી 2 વિકેટ

અફઘાનિસ્તાને પાકિસ્તાનને જીતવા માટે 130 રનનો ટાર્ગેટ આપ્યો છે. એશિયા કપ 2022ની ચોથી સુપર ફોર મેચમાં અફઘાન ટીમ માટે ઈબ્રાહિમ ઝદરાને સૌથી વધુ 35 રન બનાવ્યા. કેપ્ટન મોહમ્મદ નબી ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. જ્યારે પાકિસ્તાન તરફથી હેરિસ રઉફે બે વિકેટ ઝડપી હતી. નસીમ શાહે પણ શાનદાર બોલિંગ કરી હતી. તેણે માત્ર 19 રનમાં એક વિકેટ લીધી હતી.

ટોસ હાર્યા બાદ અફઘાનિસ્તાન તરફથી હઝરતુલ્લા ઝાઝાઈ અને રહેમાનુલ્લા ગુરબાઝ પ્રથમ બેટિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન જઝાઈએ 17 બોલનો સામનો કર્યો અને 4 ચોગ્ગાની મદદથી 21 રન બનાવ્યા. જ્યારે ગુરબાઝે 11 બોલનો સામનો કર્યો અને 2 સિક્સરની મદદથી 17 રન બનાવ્યા. ટીમ માટે ઈબ્રાહિમે સૌથી વધુ 35 રન બનાવ્યા હતા. તેણે 37 બોલનો સામનો કર્યો અને 2 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા.

કરીમ જનતે 19 બોલમાં 15 રનનું યોગદાન આપ્યું હતું. 11 બોલનો સામનો કરીને નજીબુલ્લાએ એક સિક્સરની મદદથી 10 રન બનાવ્યા હતા. કેપ્ટન નબી ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. તેને પહેલા જ બોલ પર નસીમ શાહે આઉટ કર્યો હતો. અજમતુલ્લા ઓમરઝાઈ 10 બોલમાં 10 રન બનાવીને અણનમ રહ્યો હતો. રાશિદ ખાને 15 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા હતા. તે 18 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ રીતે ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 129 રન બનાવ્યા હતા.

પાકિસ્તાન તરફથી હેરિસ રઉફે 4 ઓવરમાં 26 રન આપીને 2 વિકેટ લીધી હતી. નસીમ શાહે 4 ઓવરમાં 19 રન આપીને એક વિકેટ લીધી હતી. મોહમ્મદ હસનૈને 4 ઓવરમાં 34 રન આપીને એક વિકેટ લીધી હતી. મોહમ્મદ નવાઝે 4 ઓવરમાં 23 રન આપીને એક વિકેટ લીધી હતી. શાદાબ ખાને 4 ઓવરમાં 27 રન આપીને એક વિકેટ લીધી હતી.