Not Set/ અફઘાનિસ્તાનનો મેજીક લેગ સ્પિનર ‘રાશિદ ખાન’ બન્યો ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસનો સૌથી યુવા કેપ્ટન

ગુરુવારે બાંગ્લાદેશ સામેની એકમાત્ર ટેસ્ટ મેચમાં અફઘાનિસ્તાનનાં લેગ સ્પિનર ​​રાશિદ ખાને ઇતિહાસ રચ્યો હતો. રાશિદ ખાન ટેસ્ટ ક્રિકેટનાં ઇતિહાસમાં સૌથી યુવા કેપ્ટન બન્યો છે. ગુરુવારથી ચિત્તાગોંગનાં જોહર અહેમદ ચૌધરી સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે એકમાત્ર ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જ્યા અફઘાનિસ્તાનનાં કેપ્ટન રાશિદ ખાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઇંગ્લેન્ડમાં તાજેતરમાં […]

Top Stories Sports
rashid khhan અફઘાનિસ્તાનનો મેજીક લેગ સ્પિનર ‘રાશિદ ખાન’ બન્યો ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસનો સૌથી યુવા કેપ્ટન

ગુરુવારે બાંગ્લાદેશ સામેની એકમાત્ર ટેસ્ટ મેચમાં અફઘાનિસ્તાનનાં લેગ સ્પિનર ​​રાશિદ ખાને ઇતિહાસ રચ્યો હતો. રાશિદ ખાન ટેસ્ટ ક્રિકેટનાં ઇતિહાસમાં સૌથી યુવા કેપ્ટન બન્યો છે. ગુરુવારથી ચિત્તાગોંગનાં જોહર અહેમદ ચૌધરી સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે એકમાત્ર ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જ્યા અફઘાનિસ્તાનનાં કેપ્ટન રાશિદ ખાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

i અફઘાનિસ્તાનનો મેજીક લેગ સ્પિનર ‘રાશિદ ખાન’ બન્યો ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસનો સૌથી યુવા કેપ્ટન

ઇંગ્લેન્ડમાં તાજેતરમાં પૂરા થયેલા 2019 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનનાં નબળા પ્રદર્શનને કારણે રાશિદ ખાનને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. બાંગ્લાદેશનું નેતૃત્વ સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસન કરી રહ્યા છે. ગુરુવારે રાશિદ ખાને ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસનો 15 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો છે. તે ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસનો સૌથી યુવા કેપ્ટન બન્યો છે. અગાઉ આ રેકોર્ડ ઝિમ્બાબ્વેનાં વિકેટકીપર તાતેન્ડા ટૈબ્બુનાં નામે નોંધાયો હતો.

Image result for rashid khan captain in test

ટૈબ્બુએ 20 વર્ષ અને 358 દિવસની ઉંમરે ઝિમ્બાબ્વેનું નેતૃત્વ કર્યુ હતુ. તેણે 2004 માં શ્રીલંકા વિરુદ્ધ હરારેમાં પોતાની ટીમનું નેતૃત્વ કર્યું હતું. ત્યારે ટૈબ્બુએ 42 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો હતો, જે અગાઉ ભારતનાં મન્સૂર અલી ખાન પટૌડીનાં નામે નોંધાયેલો હતો. પટૌડીએ 21 વર્ષ અને 77 દિવસની ઉંમરે ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ સંભાળી હતી.

pjimage 2019 09 05T164431.769 અફઘાનિસ્તાનનો મેજીક લેગ સ્પિનર ‘રાશિદ ખાન’ બન્યો ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસનો સૌથી યુવા કેપ્ટન

રાશિદ ખાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ સૌથી યુવા કેપ્ટન બન્યો હતો. રાશિદે, 19 વર્ષની વયે આઈસીસી વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં સ્કોટલેન્ડ વિરુદ્ધ કેપ્ટનશીપ કરી હતી. ત્યારબાદ નિયમિત કેપ્ટન અસગર સ્તાનિકજાઇની ગેરહાજરીમાં રાશિદને કમાન આપવામાં આવી હતી.

આપને જણાવી દઈએ કે, અફઘાનિસ્તાને 2017 માં ટેસ્ટ સ્તર મેળવ્યું હતું. અફઘાનિસ્તાને 2018 માં ભારત સામે પ્રથમ ટેસ્ટ રમી હતી, જેમાં તેમને ભારે હારનો સામનો કરવો પડ્યો હતો. જે પછી, અફઘાનિસ્તાને તેની બીજી ટેસ્ટમાં જોરદાર વાપસી કરીને આયર્લેન્ડને સાત વિકેટથી હરાવ્યું હતુ. જો કે, રાશિદ ખાને બાંગ્લાદેશ સામેની એક માત્ર ટેસ્ટ પહેલા કહ્યું હતું કે, ‘હું ખૂબ જ ઉત્સાહિત છું. ટીમનો કેપ્ટન બનવું મારી નવી જવાબદારી છે અને હું રમતનો આનંદ માણવાનો પ્રયત્ન કરીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.