Cyber Fraud/ ‘આફતાબ શિવદાસા’ની બન્યો સાયબર ફ્રોડનો શિકાર, આટલા લાખનો ધૂંબો લાગ્યો

બોલિવૂડ અભિનેતા આફતાબ શિવદાસાની સાયબર છેતરપિંડીનો શિકાર બન્યો છે.

Trending Entertainment
YouTube Thumbnail 76 1 'આફતાબ શિવદાસા'ની બન્યો સાયબર ફ્રોડનો શિકાર, આટલા લાખનો ધૂંબો લાગ્યો

બોલિવૂડ અભિનેતા આફતાબ શિવદાસાની સાયબર છેતરપિંડીનો શિકાર બન્યો છે અને તેની પાસેથી 1.5 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. સાયબર ઠગોએ તેમના ખાનગી બેંકના ખાતામાંથી KYC કરાવવાના નામે 1.5 લાખની છેતરપિંડી કરી હતી. આ અંગે પોલીસમાં ફરિયાદ પણ કરવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

કેવી રીતે છેતરપિંડી થઈ?

આ સમગ્ર મામલે બાંદ્રા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટના રવિવારે બની હતી અને બીજા દિવસે આ મામલે કેસ નોંધવામાં આવ્યો હતો. તેણે કહ્યું, ‘અભિનેતાને અજાણ્યા મોબાઈલ નંબર પરથી મેસેજ મળ્યો હતો. તે મેસેજમાં તેને બેંક સંબંધિત KYC (Know Your Customer)ની માહિતી અપડેટ કરવાની સૂચના આપવામાં આવી હતી અને જો તે આમ નહીં કરે તો તેને એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી હતી. આફતાબ શિવદાસાનીએ તે મેસેજમાં આપેલી લિંક પર ક્લિક કર્યું હતું. ત્યાર બાદ તેણે અન્ય સૂચનાઓનું પાલન કર્યું ત્યાર બાદ તેને મેસેજ આવ્યો કે તેના ખાતામાંથી 1,49,999 રૂપિયા ઉપડી ગયા છે.

પોલીસે કેસ નોંધ્યો હતો

અધિકારીએ વધુમાં કહ્યું કે અભિનેતાએ સોમવારે બેંક મેનેજરનો સંપર્ક કર્યો અને તેમની સલાહના આધારે પોલીસ ફરિયાદ નોંધાવી. તેમણે કહ્યું કે આઈપીસી અને કલમ 420 (છેતરપિંડી) સહિત ઈન્ફોર્મેશન ટેકનોલોજીની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે આફતાબ શિવદાસાનીના સિનેમેટિક કરિયરમાં ‘મસ્ત’, ‘હંગામા’ સહિત અનેક બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 'આફતાબ શિવદાસા'ની બન્યો સાયબર ફ્રોડનો શિકાર, આટલા લાખનો ધૂંબો લાગ્યો


આ પણ વાંચો: Israel Hamas War/ ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે નેતન્યાહુએ PM મોદીને કર્યો ફોન, જાણો શું કહ્યું…

આ પણ વાંચો: સુરત/ ગરબા રમતા સમયે જો આ લક્ષણો દેખાય તો તાત્કાલિક જ મેડિકલ હેલ્પ લો

આ પણ વાંચો: Gujarat Surat/ કાપડના વેપારીના ‘કપડા’ ઉતારી ગયા, સુરતમાં ત્રણ કરોડની છેતરપિંડી