U19 World Cup/ 24 વર્ષ બાદ ઈંગ્લેન્ડની ટીમે ફાઈનલમાં મેળવી જગ્યા

ઈંગ્લેન્ડની ટીમ માટે આ મેચમાં જ્યોર્જ બેલ જીતનો હીરો બન્યો હતો, જેના કારણે ઈંગ્લિશ ટીમે 24 વર્ષ બાદ ICC અંડર 19 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી છે.

Sports
11 20 24 વર્ષ બાદ ઈંગ્લેન્ડની ટીમે ફાઈનલમાં મેળવી જગ્યા

વેસ્ટ ઈન્ડિઝ દ્વારા આયોજિત ICC અંડર 19 વર્લ્ડ કપ 2022 ટૂર્નામેન્ટ તેના છેલ્લા તબક્કામાં પહોંચી ગઈ છે. હાલમાં આ ટુર્નામેન્ટની સેમી ફાઈનલ મેચો રમાઈ રહી છે, જે અંતર્ગત મંગળવારે પ્રથમ સેમીફાઈનલ ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાનની અંડર-19 ટીમો વચ્ચે રમાઈ હતી. એન્ટિગુઆના સર વિવિયન રિચર્ડ્સ મેદાન પર રમાયેલી આ મેચમાં ભલે અફઘાનિસ્તાનની ટીમ છેલ્લી ઓવરોમાં મેચ પોતાના નામે કરવામાં ચૂકી ગઈ હોય, પરંતુ આ ટીમનાં યુવા ખેલાડીઓએ ચાહકોનાં દિલ જીતી લીધા હતા. ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી આ મેચ વરસાદથી પ્રભાવિત થઈ હતી, જેના કારણે મેચ 50 ઓવરને બદલે 47 ઓવરની કરવામાં આવી હતી.

આ પણ વાંચો – IPL 2022 / IPL શરૂ થાય તે પહેલા જ ડ્વેન બ્રાવો બનાવી લેશે એક ખાસ રેકોર્ડ

ઈંગ્લેન્ડની ટીમ માટે આ મેચમાં જ્યોર્જ બેલ જીતનો હીરો બન્યો હતો, જેના કારણે ઈંગ્લિશ ટીમે 24 વર્ષ બાદ ICC અંડર 19 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી છે. ઈંગ્લેન્ડની ટીમ છેલ્લે 1998માં દક્ષિણ આફ્રિકા દ્વારા યોજાયેલા અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી અને ટાઇટલ જીત્યું હતું. ઈંગ્લેન્ડની ટીમે અફઘાનિસ્તાનને 15 રને હરાવીને આ ખિતાબ જીત્યો હતો. અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી આ મેચમાં ઈંગ્લિશ ટીમે ભલે જીત મેળવીને ફાઈનલમાં પહોંચવાની લાંબી ઈંતજારનો અંત લાવ્યો હોય, પરંતુ અહીં પહોંચવું તેના માટે સરળ નહોતું. ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ અફઘાનિસ્તાનનાં યુવા બોલરોએ ઈંગ્લિશ બેટ્સમેનોને રન બનાવતા રોક્યા હતા. અફઘાનિસ્તાન માટે, નવીન ઝાદરાને ઇનિંગની ચોથી ઓવરમાં જેકબ બેથેલ (2)ને એલબીડબ્લ્યુ કરી પેવેલિયન પરત કર્યો, જ્યારે કેપ્ટન ટોમ પ્રેસ્ટ (17) 10મી ઓવરમાં પરત ફર્યો. જેમ્સ રિયુ (12)એ ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ 19મી ઓવરમાં નૂર અહેમદને એલબીડબ્લ્યુએ પેવેલિયન પરત મોકલી દીધો હતો. બીજા છેડે સતત લડી રહેલા જ્યોર્જ થોમસ (50)એ પણ પોતાની અડધી સદી પૂરી કરી અને 21મી ઓવરમાં નૂર અહેમદનો શિકાર બન્યો. અહીંથી ઈંગ્લેન્ડની ઇંનિંગ્સ ઘણી ધીમી થઈ ગઈ હતી અને 35.1 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 136 રન જ બનાવી શકી હતી. એવું લાગી રહ્યું હતું કે, ઈંગ્લેન્ડની ટીમ માટે 200 રનનો આંકડો પણ પાર કરવો મુશ્કેલ બનશે. જોકે, અહીં એલેક્સ હોર્ટન (53) અને જ્યોર્જ બેલ (56)એ છેલ્લી 11.5 ઓવરમાં 95 રન બનાવ્યા અને અણનમ અડધી સદી ફટકારીને પોતાની ટીમને 231 રનનાં સ્કોર સુધી પહોંચાડી દીધી.

આ પણ વાંચો – IND VS WI / વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમ પહોંચી અમદાવાદ, 6 ફેબ્રુઆરીએ શરૂ થશે સીરીઝની પ્રથમ મેચ

47 ઓવરમાં 232 રનનાં ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમે ઇનિંગનાં ત્રીજા બોલમાં ખારોટેનાં રૂપમાં પોતાની પ્રથમ વિકેટ ગુમાવી હતી, પરંતુ અહીંથી વિકેટકીપર મોહમ્મદ ઈશાક (43) અને અલ્લાહ નૂર (60)એ વિસ્ફોટક શરૂઆત કરી હતી. બીજી વિકેટ માટે 94 રનની ભાગીદારી કરી હતી. અહીં ઇંગ્લિશ બોલરોએ 12 રનની અંદર અફઘાનિસ્તાનની 3 વિકેટ લીધા બાદ સાધારણ વાપસી કરી હતી, પરંતુ અબ્દુલ હાદી (37) અને બિલાલ અહેમદ (33)એ ફરીથી 50 રનની ભાગીદારી કરીને ટીમને જીતનાં માર્ગ પર લાવી દીધી હતી. કેપ્ટન ટોમ પ્રેસ્ટે બિલાલ અહેમદની વિકેટ લઈને ભાગીદારી તોડી હતી જ્યારે રેહાન અહેમદે પોતાની ટીમને જીત અપાવવાનું કામ કર્યું હતું. રેહાન અહેમદને 40મી ઓવરમાં અફઘાનિસ્તાનની છઠ્ઠી વિકેટ મળી પરંતુ અફઘાનિસ્તાન માટે નૂર અહેમદ (25)એ બિલાલ સાથે મળીને રન બનાવવાનું ચાલુ રાખ્યું અને 45 ઓવરમાં પોતાની ટીમનો સ્કોર 212 સુધી પહોંચાડ્યો. અહીં અફઘાનિસ્તાનને જીતવા માટે 12 બોલમાં માત્ર 19 રનની જરૂર હતી અને તે આમ કરવામાં સફળ જણાતું હતું પરંતુ ઈંગ્લેન્ડનાં રેહાન અહેમદે 46મી ઓવરમાં મેચને સંપૂર્ણપણે બદલી નાખી હતી. રેહાન અહેમદે ઓવરનાં પ્રથમ બોલે નૂર અહેમદ, ચોથા બોલ પર ઇઝહર-ઉલ-હક નાવેદ અને પાંચમાં બોલ પર બિલાલ સામીની વિકેટ લઈને મેચને પલટી નાખી અને અફઘાનિસ્તાન મેચમાંથી બહાર થઈ ગયું હતુ. અફઘાનિસ્તાનની ટીમ છેલ્લી 2 ઓવરમાં માત્ર 3 રન જ ઉમેરી શકી અને 15 રનથી મેચ હારી ગઈ હતી.