World Cup 2023/ BCCIના સચિવ જય શાહે ભારત-પાકિસ્તાન મેચની તારીખ સહિત વર્લ્ડકપના શેડ્યૂલ અંગે જાણો શું કહ્યું…

બીસીસીઆઈએ ગુરુવારે મળેલી બેઠકમાં આ મેચને લઈને કોઈ નિર્ણય લીધો નથી, પરંતુ ટૂંક સમયમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે અને આ હાઈવોલ્ટેજ મેચની તારીખ પણ બદલી શકાય છે.

Top Stories Sports
4 22 1 BCCIના સચિવ જય શાહે ભારત-પાકિસ્તાન મેચની તારીખ સહિત વર્લ્ડકપના શેડ્યૂલ અંગે જાણો શું કહ્યું...

નવરાત્રીનો તહેવાર હોવાથી સિક્યોરિટી એજન્સીએ આપેલા ઇનપુટના આધારે ભારત -પાકિસ્તાનની મેચની તારીખમાં ફેરફાર થઇ શકવાની પુરી સંભાવના છે. અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપ 2023ની મેચ ક્યારે રમાશે? શું બંને ટીમો 15 ઓક્ટોબરની પહેલાથી જ નક્કી કરેલી તારીખે ટકરાશે કે નવી તારીખે તેઓનો મુકાબલો થશે તેવા સવાલ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાઇ રહ્યા છે જો કે બીસીસીઆઈએ ગુરુવારે મળેલી બેઠકમાં આ મેચને લઈને કોઈ નિર્ણય લીધો નથી, પરંતુ ટૂંક સમયમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે અને આ હાઈવોલ્ટેજ મેચની તારીખ પણ બદલી શકાય છે.

એટલું જ નહીં વર્લ્ડ કપના શેડ્યૂલમાં પણ ફેરફાર કરવામાં આવશે. બીસીસીઆઈના સચિવ જય શાહનું કહેવું છે કે ત્રણ સભ્ય દેશોએ આઈસીસીને વર્લ્ડ કપના કાર્યક્રમમાં ફેરફાર કરવાની અપીલ કરી હતી. ગુરુવારે BCCIની એક મોટી બેઠક મળી હતી. જેમાં વર્લ્ડ કપના તમામ યજમાન સંગઠનોએ ભાગ લીધો હતો.BCCIની બેઠક બાદ, જય શાહે પુષ્ટિ કરી કે વર્લ્ડ કપની કેટલીક મેચોની તારીખો બદલવામાં આવશે, કારણ કે 2-3 પૂર્ણ સભ્ય બોર્ડે ICCને શેડ્યૂલ બદલવાની અપીલ કરી હતી. જય શાહે કહ્યું કે મેચના સ્થળમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં, માત્ર તારીખમાં ફેરફાર કરવામાં આવશે. કેટલાક અહેવાલો અનુસાર, સંશોધિત કાર્યક્રમ આગામી 2 થી 3 દિવસમાં જાહેર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે 27 જૂનના રોજ, ICCએ વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું હતું. તે કાર્યક્રમ મુજબ   15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચ રમાવાની હતી. આ હાઈવોલ્ટેજ મેચની તૈયારીમાં અમદાવાદ પણ સામેલ હતું, પરંતુ એક મહિના બાદ તેની તારીખ બદલવાની ચર્ચા શરૂ થઈ હતી.