Not Set/ સત્તામાં આવ્યા બાદ ભાજપનાં નેતાઓએ અરબો-ખરબોની સંપત્તિ બનાવી : માયાવતી

શુક્રવારનાં દિવસને બસપા સુપ્રિમો માયાવતીએ ભાજપ પર નિશાનો લગાવવાનાં નામે કર્યો છે. આજે સવારે પ્રેસ કોન્ફરંન્સ કરી માયાવતીએ સત્તા પક્ષ ભાજપ પર ઘણા આરોપો લગાવ્યા. માયાવતીએ ભાજપ પર આરોપ લગાવતા કહ્યુ કે, જ્યારથી ભાજપનાં નેતાઓ સત્તા પર આવ્યા છે, ત્યારથી અરબો-ખરબોની સંપત્તિ દબાવીને બેઠા છે. તેમણે ચૂંટણી સમયની પણ ચર્ચા કરતા કહ્યુ કે, ચૂંટણી સમયે […]

Top Stories India
Mayawati pti સત્તામાં આવ્યા બાદ ભાજપનાં નેતાઓએ અરબો-ખરબોની સંપત્તિ બનાવી : માયાવતી

શુક્રવારનાં દિવસને બસપા સુપ્રિમો માયાવતીએ ભાજપ પર નિશાનો લગાવવાનાં નામે કર્યો છે. આજે સવારે પ્રેસ કોન્ફરંન્સ કરી માયાવતીએ સત્તા પક્ષ ભાજપ પર ઘણા આરોપો લગાવ્યા. માયાવતીએ ભાજપ પર આરોપ લગાવતા કહ્યુ કે, જ્યારથી ભાજપનાં નેતાઓ સત્તા પર આવ્યા છે, ત્યારથી અરબો-ખરબોની સંપત્તિ દબાવીને બેઠા છે. તેમણે ચૂંટણી સમયની પણ ચર્ચા કરતા કહ્યુ કે, ચૂંટણી સમયે ભાજપનાં ખાતામાં 2000 કરોડ ક્યાથી આવ્યા અને તેમણે ક્યા ખર્ચ કર્યા. તેમણે ચૂંટણી દરમિયાન વોટોની ખરીદીનો પણ આરોપ લગાવ્યો. સાથે તેમણે આરોપ લગાવતા કહ્યુ કે, સરકારી મશીનરીનો ઘણો દૂરુપયોગ થઇ રહ્યો છે અને તે અમારી વિરુદ્ધ જ થઇ રહ્યો છે.

બસપા સુપ્રિમો માયાવતીએ ભાજપ સરકાર પર વંચિતોને દબાવવાનો પણ આરોપ લગાવ્યો. તેમણે કહ્યુ કે, વંચિતોના આગળ વધવાથી ભાજપને ઘણી તરલીફો થઇ રહી છે. સાથે હવે ભાજપ સરકાર ખાનગીકરણને પ્રોત્સાહન આપી રહ્યું છે. રેલ્વે જેવા જાહેર ઉદ્યમોનું ખાનગીકરણ કરવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

mayawati tweet સત્તામાં આવ્યા બાદ ભાજપનાં નેતાઓએ અરબો-ખરબોની સંપત્તિ બનાવી : માયાવતી

આરક્ષણને લઇને માયાવતીએ ભાજપ પર આરોપ લાગાવ્યો કે, ખાનગીકરણને પ્રોત્સાહન આપી ભાજપ સરકાર આરક્ષણને ખતમ કરી દેવા માંગી રહી છે. સ્પષ્ટ છે કે ભાજપ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનાં સપનાને પરિપૂર્ણ કરવાના સપનાને અટકાવવાનો પ્રયત્ન કરી રહી છે પરંતુ બીએસપી હંમેશાં તેનો સામનો કરશે.

માયાવતીએ કહ્યુ કે, અમે ચૂંટણીમાં કોઇની પણ પાસેથી પૈસા લલીધા નથી. અમે પૂરી રીતે પારદર્શી છીએ. અમને ડરાવવાનો પ્રયત્ન કરાશે તો પણ અમે ડરીશું નહી, બીએસપી ક્યારે ગભરાશે નહી. અમે ભાજપને જડબાતોડ જવાબ આપવવા પૂરી રીતે તૈયાર છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.