Not Set/ Video : મહારાષ્ટ્રના સીએમના પત્ની અમૃતા ફડણવીસ ક્રુઝ પર થયા ઘેલા, ભયજનક જગ્યાએ બિન્દાસ લઇ રહ્યા છે સેલ્ફી

મુંબઈ ભારતનું સૌથી પ્રથમ પોતાનું ઘરેલું ક્રુઝની સર્વિસ ચાલુ થઇ ગઈ છે. મહારષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસ ક્રુઝની સફરને લઈને વધારે ઉત્સાહિત થઇ ગયા તેવું લાગી રહ્યું હતું. #WATCH: Amruta Fadnavis, wife of Maharashtra CM Devendra Fadnavis, being cautioned by security personnel onboard India's first domestic cruise Angria. She had crossed the safety range of […]

Top Stories India Trending Videos
amu Video : મહારાષ્ટ્રના સીએમના પત્ની અમૃતા ફડણવીસ ક્રુઝ પર થયા ઘેલા, ભયજનક જગ્યાએ બિન્દાસ લઇ રહ્યા છે સેલ્ફી

મુંબઈ

ભારતનું સૌથી પ્રથમ પોતાનું ઘરેલું ક્રુઝની સર્વિસ ચાલુ થઇ ગઈ છે. મહારષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસ ક્રુઝની સફરને લઈને વધારે ઉત્સાહિત થઇ ગયા તેવું લાગી રહ્યું હતું.

અમૃતા ફડણવીસ  સેફટી રેખાથી બહાર જઈને ક્રુઝ પર સેલ્ફી લઇ રહેલા જણાઈ રહ્યા છે. ANIના વિડીયોમાં તમે જોઈ શકો છો કે તેમને પોલીસ દ્વારા ચેતવણી પણ આપવામાં આવી હતી પરંતુ તે બિન્દાસ થઈને સેલ્ફી લેવામાં મશગૂલ હતા.

ઉલ્લેખનીય છે કે, ગોવા સુધી જવામાં તમે ક્રુઝની સવારીનો આનંદ ઉઠાવી શકશો.  ૬ માળ અને ૧૩૧ મીટર લાંબુ આ ક્રુઝ મુંબઈથી ગોવાનો ઐતિહાસિક સફર ખેડશે. આ યાત્રા પૂરી કરવામાં આશરે ૧૪ કલાકનો સમય લાગશે.

ભારતની પ્રથમ પોતાની ક્રુઝનું નામ છે અંગરિયા. આ નામ કાન્હોજી પરથી રાખવામાં આવ્યું છે જે દરિયાના બાદશાહ હતા.

ક્રુઝમાં મુંબઈથી ગોવાનો સફર ૧૪ કલાકનો રહેશે. આ જહાજ સાંજે મુંબઈથી રવાના થશે જે સવારે ગોવા પહોચાડશે. આ ક્રુઝની કિંમત વ્યક્તિદીઠ ૪૩૦૦ થી લઈને ૧૨ હજાર સુધીની રહેશે. આ ટીકીટમાં જ જમવાનો ખર્ચો પણ ગણી લેવાશે.

તમને જણાવી દઈએ કે, આ ક્રુઝ ૬ માળનું છે જે ૧૩૧ મીટર લાંબુ છે. ક્રુઝમાં અલગ-અલગ રૂમ અને ઉપરના ભાગમાં ખુલ્લી જગ્યા અને સ્વીમીંગ પુલ પણ છે. આ ક્રુઝમાં તમે બાર, રેસ્ટોરન્ટ અને સ્પાની મજા પણ લઇ શકશો.