Not Set/ કોરોનાથી મોત થયા બાદ શવને કચરો ફેંકતા વાહનમાં લઇ જવાયા

દેશમાં કોરોનાથી હાહાકાર મચ્યો છે. રોજ હવે 1 લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. વળી સાથે મૃત્યુ આંક પણ ઉપર જઇ રહ્યો છે. ત્યારે ઘણા એવા શવ પણ છે….

Top Stories India
mmata 109 કોરોનાથી મોત થયા બાદ શવને કચરો ફેંકતા વાહનમાં લઇ જવાયા

દેશમાં કોરોનાથી હાહાકાર મચ્યો છે. રોજ હવે 1 લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. વળી સાથે મૃત્યુ આંક પણ ઉપર જઇ રહ્યો છે. ત્યારે ઘણા એવા શવ પણ છે કે જેને શબવાહિની પણ મળી રહી નથી.

માણસ ભૂલ્યો માણસાઈ / રેમડેસિવિરની અછત વચ્ચે આ હોસ્પિટલનાં કર્મચારીએ ચોરી કર્યા ઈન્જેક્શન

છત્તીસગઢનાં રાજનાંદગાંવ જિલ્લામાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને મૃત વાહન પણ મળી રહ્યુ નથી. તેમના મૃતદેહને નગર પંચાયતનાં કચરો ફેંકતા વાહનમાંથી લઇ જવામાં આવી રહ્યો છે. 13 એપ્રિલનાં રોજ, બે ભાઈ-બહેન સહિત ત્રણ લોકોને ડોંગરગાંવ કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. આરોપ છે કે ત્રણેયનું મોત ઓક્સિજનનાં અભાવને કારણે કોરોનાથી થયું હતું. ડોંગરગાંવનાં સમુદાયિક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજનનાં અભાવે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ ચારેય મૃતદેહને નગર પંચાયતનાં કચરો ફેંકતા વાહનમાંથી મુક્તિધામ લઈ જવાયા હતા.

અમદાવાદ / થલતેજ સ્થિત સ્મશાનમાં અંતિમ વિધિ માટે વેઈટિંગનાં દ્રશ્યો, શબવાહિનીઓની લાંબી લાઈન

આ સમગ્ર મામલામાં સીએમએચઓ ડો.મિથલેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, દર્દીઓનું ઓક્સિજનનું સ્તર અત્યંત નીચું હતું. કચરો ફેકતા વાહનમાંથી ડેડબોડી લઈ જવાના મામલે તેમણે જણાવ્યું હતું કે, ડેડબોડી લાવવાની વ્યવસ્થા સીએમઓ અને નગર પંચાયત દ્વારા કરવામાં આવી છે. તેઓ અંતિમ સંસ્કાર માટે મૃતદેહો મુક્તિધામ લઈ જાય છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ