Not Set/ ડ્રાઇવ થ્રુ ટેસ્ટીંગ બાદ હવે ડ્રાઇવ થ્રુ વેક્સીનેશન અમદાવાદ માં શરૂ

રાજય માં હાલ 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રસીકરણનો પ્રારંભ થયો છે.  જેમાં યુવાવર્ગમાં રસીકરણ માટે એક  અનેરો ઉત્સાહ જોવા મળે છે. અમદાવાદમાં  મેગા સિટી માં  ડ્રાઇવ થ્રુ ટેસ્ટીંગ બાદ હવે ડ્રાઇવ થ્રુ વેક્સીનેશન શરૂ કરાયું છે. એએમસી  દ્વારા નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ડ્રાઈવ થ્રુ વેક્સીનેશન  નું આયોજન કરાયું છે. તો રસીકરણ માટે […]

Gujarat
Untitled 91 ડ્રાઇવ થ્રુ ટેસ્ટીંગ બાદ હવે ડ્રાઇવ થ્રુ વેક્સીનેશન અમદાવાદ માં શરૂ

રાજય માં હાલ 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રસીકરણનો પ્રારંભ થયો છે.  જેમાં યુવાવર્ગમાં રસીકરણ માટે એક  અનેરો ઉત્સાહ જોવા મળે છે. અમદાવાદમાં  મેગા સિટી માં  ડ્રાઇવ થ્રુ ટેસ્ટીંગ બાદ હવે ડ્રાઇવ થ્રુ વેક્સીનેશન શરૂ કરાયું છે. એએમસી  દ્વારા નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ડ્રાઈવ થ્રુ વેક્સીનેશન  નું આયોજન કરાયું છે. તો રસીકરણ માટે લાંબી લાઈનો જોવા મળે છે.

આ વચ્ચે અમદાવાદમાં આજે અનેરી રીતે રસીકરણનો પ્રારંભ થયો છે. અમદાવાદ શહેરમાં આજે ડ્રાઈવ થ્રુ રસીકરણનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે સવારથી લોકો રસી લેવા માટે લાઈનમાં આવીને ઊભા રહ્યા છે ઘણા લોકો વહેલી સવારે આવીને ઉભા રહ્યા છે.જેમાં  45 વર્ષથી ઉપરના લોકો માટે આયોજન કરાયું છે.લોકોમાં વેક્સીન લેવા એટલી જાગૃતિ આવી છે કે, વેક્સીનેશન શરૂ થાય તે પહેલા જ વહેલી સવારથી અહી લાંબી લાઈન લાગી હતી.

સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે સવારે 9 થી 1 અને સાંજે 3 થી 7 નો વેક્સીનેશનનું આયોજન કરાયું છે. પરંતુ વેક્સીનેશન શરૂ થાય એ પહેલાં જ રોડ પર વાહનોની લાંબી લાઈન લાગી ગઈ હતી. જેમાં વેક્સીન  લીધા બાદ તબીબી ટીમ સાથે ઓબ્ઝર્વેશન માટેની પણ વ્યવસ્થા ગોઠવાઈ છે.