NAFED/ ઇફકો પછી નાફેડ પણ બિનહરીફઃ જેઠાભાઈ ભરવાડ નાફેડના ચેરમેન

દિલ્હીમાં દેશના સહકારી ક્ષેત્રની મહત્વની ગણાતી નાફેડ   (નેશનલ એગ્રીકલ્ચર કો ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા)ના ચેરમેન તરીકે જેઠાભાઈ ભરવાડબિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. દિલ્હીમાં દેશના સહકારી ક્ષેત્રની મહત્વની ગણાતી નાફેડની ચૂંટણી તાજેતરમાં યોજાઈ હતી.

Top Stories Gujarat India Breaking News
Beginners guide to 33 1 ઇફકો પછી નાફેડ પણ બિનહરીફઃ જેઠાભાઈ ભરવાડ નાફેડના ચેરમેન

નવી દિલ્હીઃ દિલ્હીમાં દેશના સહકારી ક્ષેત્રની મહત્વની ગણાતી નાફેડ (Nafed)  (નેશનલ એગ્રીકલ્ચર કો ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા)ના ચેરમેન તરીકે જેઠાભાઈ ભરવાડ (Jethabhai Bharwad) બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. દિલ્હીમાં દેશના સહકારી ક્ષેત્રની મહત્વની ગણાતી નાફેડની ચૂંટણી તાજેતરમાં યોજાઈ હતી.

ભાજપનો સરપ્રાઇઝ આપવાનો ક્રમ જળવાયો

ગુજરાત વિધાનસભાના નાયબ વડા જેઠાભાઈ ભરવાડ માટે દિલીપ સંઘાણીએ તેમની બેઠક ખાલી કરી હતી. તેઓ નાફેડની ડિરેક્ટરોની બોર્ડ મીટિંગમાં ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા છે. જેઠાભાઈ ભરવાડ પંચમહાલ ડેરી (Panchmahal Dairy) ના ચેરમેન છે અને પીડીસી બેન્ક (PDC Bank) ના ચેરમેન છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા મોહન કુંડારિયાને (Mohan Kundariya) નાફેડના ચેરમેન પદ માટે પ્રબળ દાવેદાર મનાતા હતા. આમ ભાજપનો સરપ્રાઇઝ આપવાનો ક્રમ જળવાયો છે.

દિલ્હી ખાતે નાફેડના ચેરમેન પદ માટે યોજાયેલા મતદાનમાં ગુજરાતના બે સહિત કુલ 21 ડિરેકટરોએ આ ચૂંટણીમાં મતદાન કર્યુ હતુ. તેમા રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા સહિત ગુજરાતના બે ડિરેક્ટરોએ મતદાન કર્યુ હતુ. અગાઉ ખેડૂતોની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોના ચેરમેન તરીકે દિલીપ સંઘાણી બિનહરીફ ચૂંટાયા હતા.

ઇફકોના (IFFCO) ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક માટે 21 ડિરેક્ટરોની બોર્ડ મીટિંગમાં દિલીપ સંઘાણ ફરીથી બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. ઇફકોના બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે જયેશ રાદડિયાની જીત થઈ હતી. આ વર્ષે સહકારી ક્ષેત્રમાં ઉમેદવારની પસંદગીમાં મુશ્કેલી ઊભી થઈ હતી. તેમા ભાજપે પહેલા બીપિન પટેલને મેન્ડેટ આપ્યુ હતા. જયેશ રાદડિયાએ ભાજપના મેન્ડેટ સામે ફોર્મ ભર્યુ હતુ. તેને લઈને જયેશ રાદડિયા, બીપિન પટેલ અને મોડાસાના પંકજ પટેલ વચ્ચે જંગ હતો. તેમા જયેશ રાદડિયાની જીત થઈ હતી. કુલ 182 મતદારોમાંથી જયેશ રાદડિયાને 114 મત મળ્યા હતા અને બીપિન પટેલને 66 મત મળ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: PM મોદી આજે ઉત્તરપ્રદેશમાં કરશે જાહેરસભા, માયાવતી સુલતાનપુરમાં કરશે પ્રચાર

આ પણ વાંચો: ડ્રાઈવિંગ લાયસન્સ માટે નહી ખાવા પડે RTOના ધક્કા, સરકારે બદલ્યા નિયમો, 1જૂનથી થશે લાગુ

આ પણ વાંચો: સિંગાપોર બાદ ભારતમાં જોવા મળ્યો કોવિડ-19નો નવો વેરિયન્ટ, 290થી વધુ લોકો પ્રભાવિત