Not Set/ ઈરફાન પઠાણ બાદ હવે આ પૂર્વ ક્રિકેટરે જામિયાનાં વિદ્યાર્થીઓને આપ્યુ પોતાનું સમર્થન

ભારતીય ક્રિકેટ ટીમનો હિસ્સો રહેલા ઈરફાન પઠાણે પોલીસ લાઠીચાર્જમાં ઘાયલ જામિયા મિલિયા યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ વિશે ચિંતા વ્યક્ત કરી હતી અને હવે ભારતીય ટીમનાં ભૂતપૂર્વ ઓપનર આકાશ ચોપરાએ પણ ઇરફાન પઠાણને ટેકો આપ્યો છે. આ વિદ્યાર્થીઓ રવિવારે સાંજે નાગરિક સુધારણા અધિનિયમ 2019 નો વિરોધ કરી રહ્યા હતા. જેને જોયા બાદ ઇરફાન પઠાણે ટ્વિટ કર્યું હતું કે, […]

Top Stories India
pjimage 25 ઈરફાન પઠાણ બાદ હવે આ પૂર્વ ક્રિકેટરે જામિયાનાં વિદ્યાર્થીઓને આપ્યુ પોતાનું સમર્થન

ભારતીય ક્રિકેટ ટીમનો હિસ્સો રહેલા ઈરફાન પઠાણે પોલીસ લાઠીચાર્જમાં ઘાયલ જામિયા મિલિયા યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ વિશે ચિંતા વ્યક્ત કરી હતી અને હવે ભારતીય ટીમનાં ભૂતપૂર્વ ઓપનર આકાશ ચોપરાએ પણ ઇરફાન પઠાણને ટેકો આપ્યો છે.

આ વિદ્યાર્થીઓ રવિવારે સાંજે નાગરિક સુધારણા અધિનિયમ 2019 નો વિરોધ કરી રહ્યા હતા. જેને જોયા બાદ ઇરફાન પઠાણે ટ્વિટ કર્યું હતું કે, રાજકીય આરોપ-પ્રત્યારોપની રમત હંમેશા ચાલશે, પરંતુ હું અને અમારો દેશ જામિયાનાં વિદ્યાર્થીઓ માટે ચિંતિત છીએ. આ સાથે જ આકાશ ચોપરાએ લખ્યું કે, દેશભરની શૈક્ષણિક સંસ્થાઓ તરફથી આવતી તસવીરોથી હું દુઃખી છું. આંખોમાં આંસુ છે. તે આપણામાંથી જ એક છે. આ બાળકો આપણા દેશનું ભવિષ્ય છે. શક્તિનાં દમ પર અવાજ દબાવવાથી આપણે ભારતને મહાન બનાવી શકતા નથી. આ સાથે તમે તેમને ભારત વિરોધી કરી દેશો.

સીએએનાં વિરોધ બાદ દિલ્હી પોલીસે જામિયા કેમ્પસમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે સરાઇ જુલનિયા મથુરા રોડ પર સ્થિત આ સંકુલમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની ત્યારે પોલીસે ટીયર ગેસનાં શેલ છોડ્યા અને બાદમાં લાઠીચાર્જ કર્યો. ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાં ડીટીસી બસ સળગાવી દેવામાં આવી હતી, ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. જો કે, દિલ્હી પોલીસે યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશવાની હકીકતને નકારી છે.

દક્ષિણ પૂર્વ દિલ્હી પોલીસ કમિશનર ચિન્મય બિસ્વાલે એમ પણ કહ્યું છે કે વિરોધ પ્રદર્શન કરનારાઓની જ ધરપકડ કરવામાં આવી હતી અને પોલીસે કોઈ ફાયરિંગ કર્યું ન હતું. તેમણે કહ્યું કે જ્યારે પોલીસકર્મીઓએ જોયું કે તેઓની ઉપર પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે, ત્યારે તેઓએ જેણે આવું કર્યું તેમને ઓળખવા અને પકડવાનો પ્રયાસ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.