Cricket/ રાશિદનાં કેપ્ટનશીપ છોડ્યા બાદ ACB એ આ ખેલાડીને બનાવ્યો Captain

ટી-20 વર્લ્ડકપ માટે અફઘાનિસ્તાને જે ટીમની પસંદગી કરી છે તેમાં વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ શહઝાદનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

Sports
અફઘાનિસ્તાને જે ટીમની

અફઘાનિસ્તાનમાં તાલિબાનનાં કબજા બાદથી આ દેશમાં અરાજકતાનો માહોલ જોવા મળી રહ્યો છે. તાલિબાનેન હવેે અહી સરકારની રચના પણ કરી દીધી છે. જે બાદથી તેઓ ધડાધડ નિર્ણયો લઇ રહ્યા છે. જેમા એક આવનારા ટી-20 વર્લ્ડકપ માટે અફઘાન ક્રિકેટની જાહેરાત કરવામાં આવી છે. અફઘાન ટીમમાં કેપ્ટન તરીકે રાશિદ ખાનનો ચહેરો પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ રાશિદ ખાનને તુરંત જ પોતાનુ નામ પરત લઇ લીધુ અને અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને એક ઝટકો આપ્યો હતો.

આ પણ વાંચો –  Cricket / તાલિબાનનાં મહિલા ક્રિકેટ પર પ્રતિબંધ બાદ ઓસ્ટ્રેલિયા લઇ શકે છે મોટો નિર્ણય

અફઘાનિસ્તાનમાં તાજેતરમાં કંઈ સારું ચાલી રહ્યું હોય તેવુ દેખાઇ રહ્યુ નથી. દેશભરમાં તાલિબાનીઓનાં કબજા બાદ તેની અસર ક્રિકેટ પર પણ પડી છે. પહેલેથી જ પરેશાન અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડને ગુરુવારે એક નવી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે ટીમનાં કેપ્ટન અને મુખ્ય સભ્ય રાશિદ ખાને કેપ્ટનશીપમાંથી રાજીનામું આપ્યું હતું. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે ટી 20 વર્લ્ડ કપ માટે પોતાની 18 સભ્યોની ટીમની પસંદગી કરતા જ રાશિદે કેપ્ટનશીપમાંથી રાજીનામું આપી દીધું હતુ. જો કે હવે અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે તેના સ્થાને મોહમ્મદ નબીને ટીમનો નવો કેપ્ટન બનાવવાનો નિર્ણય લીધો છે. ટી-20 વર્લ્ડકપ માટે અફઘાનિસ્તાને જે ટીમની પસંદગી કરી છે તેમાં વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ શહઝાદનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પરસ્પર વિવાદનાં કારણે શહજાદ છેલ્લા ત્રણ વર્ષથી ટીમની બહાર ચાલી રહ્યો હતો. આ સિવાય મોટેભાગે તે ખેલાડીઓ આ ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે, જેઓ કેટલાક સમયથી અફઘાનિસ્તાન ટીમનો ભાગ રહ્યા છે.

આ પણ વાંચો – Cricket / ટી-20 વર્લ્ડકપ માટે અફઘાનિસ્તાન ટીમની જાહેરાત થતા જ ગુસ્સે થયો રાશિદ ખાન, જાણો શું કર્યુ

રાશિદ ખાને પોતાના ટ્વિટર હેન્ડલ પર એક પોસ્ટ શેર કરતા અફઘાનિસ્તાનનાં સ્ટાર સ્પિનરે લખ્યું કે, ‘કેપ્ટન અને દેશ માટે જવાબદાર વ્યક્તિ તરીકે, મને ટીમની પસંદગીનો ભાગ બનવાનો અધિકાર છે. પસંદગી સમિતિ અને એસીબીએ તે ટીમ માટે મારી સહમતિ નથી લીધી, જેની ઘોષણા એેસીબી મીડિયા દ્વારા કરી છે. હું અફઘાનિસ્તાન ટી 20 ટીમની કેપ્ટનશિપ છોડી રહ્યો છું. અફઘાનિસ્તાન માટે રમવું મારા માટે હંમેશા ગૌરવની બાબત રહી છે.