ગુજરાત/ ત્રણ મેચ હાર્યા બાદ સોમનાથ દાદાના દર્શને પહોંચ્યો હાર્દિક પંડ્યા

ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા સોમનાથ મહાદેવના દર્શને

Gujarat Others
YouTube Thumbnail 2024 04 05T180606.769 ત્રણ મેચ હાર્યા બાદ સોમનાથ દાદાના દર્શને પહોંચ્યો હાર્દિક પંડ્યા

ભારતીય ટીમના સ્ટાર ઓલ રાઉન્ડર અને મુંબઇ ઇન્ડિયન્સ ટીમના સુકાની હાર્દિક પંડ્યાએ પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. હાર્દિક પંડ્યાએ સોમનાથ મહાદેવને પૂજા સામગ્રી અર્પણ કરી હતી અને મહાદેવનો જલાભિષેક કર્યો હતો.

YouTube Thumbnail 2024 04 05T180811.890 ત્રણ મેચ હાર્યા બાદ સોમનાથ દાદાના દર્શને પહોંચ્યો હાર્દિક પંડ્યા

આ અવસરે તેઓએ શ્રી સોમનાથ મહાદેવની સોમેશ્વર મહાપૂજા અને ધ્વજા પૂજન કર્યું હતું. આ તકે શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ મહાદેવનું સ્મૃતિ ચિત્ર અને પ્રસાદ આપી મહાનુભાવનું અભિવાદન કર્યું હતું.

YouTube Thumbnail 2024 04 05T180924.000 ત્રણ મેચ હાર્યા બાદ સોમનાથ દાદાના દર્શને પહોંચ્યો હાર્દિક પંડ્યા

જ્યારથી ઇન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝન શરૂ થઈ છે, ત્યારથી ચાહકોએ ખાસ કરીને હાર્દિક પંડ્યાને આડે હાથ લીધો છે. સોશિયલ મીડિયા પર પણ ફેન્સ તેના પર જોરદાર ગુસ્સો કરી રહ્યા છે.  હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે અત્યાર સુધી સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે કારણ કે આઈપીએલ 2024માં ટીમ તેની અત્યાર સુધીની ત્રણેય મેચ હારી ગઈ છે. મુંબઈ ઈન્ડિયન્સના હોમ ગ્રાઉન્ડ એટલે કે વાનખેડેમાં પણ દર્શકો હાર્દિકને સતત ટ્રોલ કરી રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Rishabh Pant/પંતને ફટકારવામાં આવ્યો 12 લાખનો દંડ જાણો કેમ

આ પણ વાંચો:RCB vs KKR Live: કોલકાતાએ બેંગલુરુને 7 વિકેટે હરાવ્યું

આ પણ વાંચો:ક્રિકેટર પૂજા વસ્ત્રાકરે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી ડીલિટ કરી, PM અને દિગ્ગજ નેતાઓ પરની પોસ્ટ વાયરલ

આ પણ વાંચો:IPL 2024: કોહલી અને સ્ટાર્ક વચ્ચે આજે જામશે જંગ