OMG!/ મેરઠ-ગાઝિયાબાદ બાદ હવે આ હોટલમાં તંદૂરી રોટલી પર થૂંકવાનો વીડિયો થયો વાયરલ

છેલ્લા કેટલાક સમયથી એક પછી એક એવા કિસ્સા નોંધાયા છે જેમાં તંદૂરી રોટલી પર થૂંકવાની વાત કરવામાં આવી રહી છે. તાજેતરમાં મેરઠ અને ગાઝિયાબાદથી આવો કિસ્સા બહાર આવ્યો, હવે દેશની રાજધાનીમાં પણ આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે, લોકો તેના વિશે સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ કેસનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ […]

Ajab Gajab News
viral sptting મેરઠ-ગાઝિયાબાદ બાદ હવે આ હોટલમાં તંદૂરી રોટલી પર થૂંકવાનો વીડિયો થયો વાયરલ

છેલ્લા કેટલાક સમયથી એક પછી એક એવા કિસ્સા નોંધાયા છે જેમાં તંદૂરી રોટલી પર થૂંકવાની વાત કરવામાં આવી રહી છે. તાજેતરમાં મેરઠ અને ગાઝિયાબાદથી આવો કિસ્સા બહાર આવ્યો, હવે દેશની રાજધાનીમાં પણ આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે, લોકો તેના વિશે સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ કેસનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં તંદૂરી રોટલી બનાવતી વખતે કોઈ વ્યક્તિ તેમાં થૂંકતા જોઇ શકાય છે. વીડિયો વાયરલ થયા પછી પોલીસે મામલાને ગંભીરતાથી લઇ આરોપીની ધરપકડ કરી હતી.

Now case of spitting on tandoori roti in Delhi, video viral on social media - Newztezz Online

મળતી માહિતી મુજબ આ મામલો દિલ્હીના ખ્યાલા વિસ્તારમાં આવેલી ચાંદ નામની હોટલનો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે બે લોકો તંદૂર રોટલી બનાવી રહ્યા છે. તે દરમિયાન એક માણસ તેમાં થૂંક્યો. એક યૂઝરે આ વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, પછી તે વાયરલ થયો છે.

અહીં 35 કિલોમીટર સુધી વિરુદ્ધ દિશામાં દોડી શતાબ્ધી એક્સપ્રેસ, તસવીર જોઇને હેરાન થઇ જશો

આ સાથે જ મામલો પોલીસ સુધી પહોંચ્યો. પોલીસને ઘટનાની જાણ થતાં તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બંને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. વીડિયો જોયા પછી લોકોનો રોષ ફાટી નીકળ્યો છે અને લોકો આ ઘટનાની આકરી ટીકા કરી રહ્યા છે. એટલું જ નહીં, યૂઝર્સ પણ આ વીડિયોને સતત શેર કરી રહ્યાં છે.

Cook Caught Spitting on Rotis at West Delhi Hotel, Arrested After Video Goes Viral | Watch

આરોપીની ધરપકડ

કહેવામાં આવી રહ્યું છે કે આરોપીઓનાં નામ મોહમ્મદ ઇબ્રાહિમ અને સાબી અનવર છે. પોલીસે આઈપીસીની બંને કલમો 269, 270, 273 વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને કેસની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસનું એમ પણ કહેવું છે કે હોટલ પાસે લાઇસન્સ પણ નહોતું, તેથી હોટલનું ચલન પણ કાપવામાં આવ્યું છે. હાલ પોલીસે બંને આરોપીઓને જામીન પર મુક્ત કર્યા છે. તમને જણાવી દઇએ કે પહેલા ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ અને મેરઠથી રોટલી પર થૂંકવાનો વીડિયો પણ વાયરલ થયો હતો, જેના કારણે સનસનાટી મચી ગઈ હતી.