IPL 2021/ મુંબઈ બાદ રાજસ્થાન વિરુદ્ધ હર્ષલ પટેલે કર્યો કમાલ, તોડ્યો ચહલનો રેકોર્ડ

ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનનો બીજો તબક્કો UAE માં રમાઇ રહ્યો છે, જેમાં RCB નાં જમણા હાથનાં મધ્યમ ઝડપી બોલર હર્ષલ પટેલ સતત નજરે પડી રહ્યા છે.

Sports
11 278 મુંબઈ બાદ રાજસ્થાન વિરુદ્ધ હર્ષલ પટેલે કર્યો કમાલ, તોડ્યો ચહલનો રેકોર્ડ

ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનનો બીજો તબક્કો UAE માં રમાઇ રહ્યો છે, જેમાં RCB નાં જમણા હાથનાં મધ્યમ ઝડપી બોલર હર્ષલ પટેલ સતત નજરે પડી રહ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સ સામે છેલ્લી મેચમાં હેટ્રિક મેળવનાર હર્ષલ પટેલ બુધવારે દુબઈનાં મેદાન પર રાજસ્થાન રોયલ્સ સામે બોલિંગ કરવા માટે આવ્યો ત્યારે પ્રથમ 3 ઓવરમાં કોઈ વિકેટ લઈ શક્યો ન હતો, ત્યાર બાદ એવું લાગતું હતું કે આ યુવા બોલર આ મેચમાં કોઇ ખાસ કમાલ કરી શકશે નહી. જો કે તેવુ થયું નથી. કેપ્ટન વિરાટ કોહલીએ આ બોલરને ઇનિંગની છેલ્લી ઓવર ફેંકવા માટે મોકલ્યો હતો, જેમાં તેણે શાનદાર બોલિંગ કરી હતી, માત્ર 4 રન આપીને 3 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો – Cricket / એવુ તે શું થયુ કે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે માંગી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની માફી?

હર્ષલ પટેલે રિયાન પરાગ (9) ને તેની ઓવરનાં બીજા બોલ પર વિરાટ કોહલીનાં હાથે કેચ કરાવ્યો હતો, જ્યારે ક્રિસ મોરિસ (14) ને તે પછીનાં જ બોલ પર દેવદત્ત પડ્ડીકલનાં હાથે કેચ આઉટ કરાવ્યો હતો. સતત બે બોલમાં બે વિકેટ લીધા બાદ એવું લાગતું હતું કે હર્ષલ પટેલ સતત બે મેચમાં હેટ્રિક લેનાર IPL નાં ઇતિહાસમાં ફરી એક વખત પ્રથમ બોલર બનશે પરંતુ એવું બન્યું નહીં અને ચેતન સાકરિયાએ એેક રન લઇને તે થવા દીધુ નહી. ઓવરનાં અંતિમ બોલે હર્ષલ પટેલે સાકરિયાને ડી વિલિયર્સનાં હાથે કેચ કરાવીને ત્રીજી વિકેટ લીધી હતી. પોતાની બોલિંગની આ ઈનિંગથી હર્ષલ પટેલે IPL નો મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો અને ઈનિંગની 20 મી ઓવરમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં ટોચ પર પહોંચી ગયો છે. હર્ષલ પટેલે અત્યાર સુધી RCB માટે 20 મી ઓવરમાં બોલિંગ કરતી વખતે 10 વિકેટ લીધી છે. વળી, આ યાદીમાં બીજું નામ મુંબઈ ઈન્ડિયન્સનાં ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટનું છે, જેણે અત્યાર સુધીમાં 20 મી ઓવરમાં 5 વિકેટ લીધી છે. વળી, CSK તરફથી રમનાર ડ્વેન બ્રાવો 4 વિકેટ સાથે આ યાદીમાં ત્રીજા સ્થાને છે.

આ પણ વાંચો – Cricket / હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ઈન્ઝમામ-ઉલ-હકે કહ્યુ- મને હાર્ટ એટેક નથી આવ્યો

એટલું જ નહીં, આ મેચમાં હર્ષલ પટેલે રિયાન પરાગની વિકેટ મેળવતાં જ તેના સાથી બોલિંગ પાર્ટનર યુઝવેન્દ્ર ચહલને પાછળ છોડીને તેણે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. હર્ષલ પટેલ હવે IPL ની એક સીઝનમાં સૌથી વધુ વિકેટ સાથે અનકેપ્ડ ખેલાડીઓની યાદીમાં ટોચ પર પહોંચી ગયો છે. 2015 માં ભારત માટે ડેબ્યુ કરતા પહેલા યુઝવેન્દ્ર ચહલે એક સીઝનમાં 23 વિકેટ લીધી હતી. વળી, હર્ષલ પટેલે આ સીઝનમાં અત્યાર સુધી 26 વિકેટ લીધી છે અને તે સૌથી વધુ વિકેટ લેનાર અનકેપ્ડ બોલર બની ગયો છે. આ યાદીમાં સિદ્ધાર્થ કૌલનું નામ પણ સામેલ છે, જેમણે 2018 માં IPL ની એક સીઝનમાં 21 વિકેટ લીધી હતી.