Rajkot/ રાજકોટમાં પાટીલના સંમેલન બાદ જિલ્લા ભાજપ મંત્રી થયા કોરોના સંક્રમિત

સી.આર.પાટીલ જ્યારથી ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારથી તેમની રેલીઓમાં સોશિયલ ડિસ્ટન્સ મુદ્દે કોરોના નિયમ પાલન ન કરવા બદલ આક્ષેપો થતા આવ્યા છે. તેમજ તેની રેલીમાં જોડાયા બાદ

Top Stories Gujarat
1

સી.આર.પાટીલ જ્યારથી ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારથી તેમની રેલીઓમાં સોશિયલ ડિસ્ટન્સ મુદ્દે કોરોના નિયમ પાલન ન કરવા બદલ આક્ષેપો થતા આવ્યા છે. તેમજ તેની રેલીમાં જોડાયા બાદ ભાજપના કેટલાક કાર્યકર્તાઓ સંક્રમિત થયા હોવાના અહેવાલો પણ પ્રાપ્ત થતા આવ્યા છે. આજ શ્રેણીમાં તેમની સભાઓ તેમજ રેલીઓ યોજાતી રહે છે અને વિવાદો થતાં રહે છે. આવી જ બાબતનું રાજકોટમાં પણ પુનરાવર્તન થયું છે. ગત રવિવારે રાજકોટમાં પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલના અધ્યક્ષ સ્થાને મોટામૌવા ખાતે સરપંચ સંમેલન મળ્યું હતું. તેમ છતાં તેમનો વાળ પણ વાંકો થતો નથી. જેથી નેતાઓને કોઈપણ નિયમો નડતા નથી તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

farmers and government / ખેડૂતો અને સરકાર વચ્ચેની વાતચીતનું પરિણામ શૂન્ય, 22મીએ આગામી બેઠક

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજકોટમાં પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલના અધ્યક્ષ સ્થાને મોટામૌવામાં સરપંચ સંમેલન મળ્યું હતું. અને તેમાં વર્તમાન કોરોનાની સ્થિતિ મુજબ 200 થી વધુ લોકોની ભીડ એકત્ર ન કરવાનો સરકાર તેમજ કોર્ટનો આદેશ છે. આમ છતાં સરપંચ સંમેલનમાં બહોળા પ્રમાણમાં લોકો એકત્રિત થયા હતા. આ સંમેલનમાં સ્ટેજ પર હાજર જિલ્લા ભાજપ મંત્રી અને પૂર્વ ધારાસભ્યનો બુધવારે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

honour / ગલવાન ઘાટીના શહીદોનું સન્માન, રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પર લખાયા નામ

રાજકોટ શહેરમાં બુધવારે 67 પોઝિટિવ કેસ નોંધાયા હતા અને એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. રાજકોટમાં 0 કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર થયા બાદ પણ 55 કેસ પોઝિટિવ નોંધાયા હતા. જેમાં જિલ્લાના 12 હતા. હજુ પણ રાજકોટ શહેરમાં 390 અને જિલ્લામાં 179 દર્દીઓ સારવાર હેઠળ છે. એવામાં ભાજપના નેતાઓની સભામાં થઈ રહેલા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા મુદ્દે સામાન્ય પ્રજામાં રોષ પ્રગટી રહ્યો છે.

COronaa Vaccine / કોરોનાની રસી નાકમાં આપવામાં આવે તો બાળકોને આપવામાં રહેશે સરળતા : ડો.રણદીપ ગુલેરિયા

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…