કૃષિ આંદોલન/ રિહાના, ગ્રેટા અને ખલીફા બાદ વધુ એક વિદેશી સ્ટારે ખેડૂત આંદોલનને ટેકો આપતા કર્યુ ટ્વીટ

ભારતમાં ખેડૂતો વિરુદ્ધ ચાલી રહેલા વિરોધનાં સમર્થનમાં રિહાના, ગ્રેટા થનબર્ગ અને મિયા ખલીફા બાદ હવે હોલીવૂડની સ્ટાર સુઝૈન સરંડને પણ એક ટ્વીટ કર્યું છે.

World
PICTURE 4 83 રિહાના, ગ્રેટા અને ખલીફા બાદ વધુ એક વિદેશી સ્ટારે ખેડૂત આંદોલનને ટેકો આપતા કર્યુ ટ્વીટ

ભારતમાં ખેડૂતો વિરુદ્ધ ચાલી રહેલા વિરોધનાં સમર્થનમાં રિહાના, ગ્રેટા થનબર્ગ અને મિયા ખલીફા બાદ હવે હોલીવૂડની સ્ટાર સુઝૈન સરંડને પણ એક ટ્વીટ કર્યું છે. “ભારતમાં #FarmersProtest સાથે એકતામાં. તેઓ કોણ છે અને કેમ વિરોધ કરી રહ્યા છે તે વાંચો, “સરંડને ન્યૂ યોર્ક ટાઇમ્સનાં અહેવાલનાં એક લિંક સાથે લખ્યું,” ભારતમાં ખેડૂત વિરોધ શા માટે કરી રહ્યા છે? “

આપને જણાવી દઇએ કે, ઓસ્કાર વિજેતા અભિનેત્રી સુજૈન સરંડને ટ્વીટ કરીને ભારતીય ખેડૂતોને ટેકો આપ્યો છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યુ છે. અભિનેત્રી સુજૈન સરંડને ટ્વીટ કરીને ભારત સરકાર દ્વારા રજૂ કરાયેલા કૃષિ કાયદાનો વિરોધ કરતા ટ્વીટ કર્યુ છે. અભિનેત્રીએ લખ્યું છે કે, ‘કોર્પોરેટ લોભ અને શોષણની કોઈ સીમા નથી, ફક્ત અમેરિકા જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં. જ્યાં તેઓ કોર્પોરેશન, મીડિયા અને નેતાઓની સાથે મળીને કામ કરી રહ્યા છે અને નબળા લોકોનો અવાજ દબાવી રહ્યા છે, આપણે ભારતનાં નેતાઓને બતાવવું પડશે કે દુનિયા તેમને જોઈ રહી છે અને ખેડૂતોની સાથે ઉભી છે.’

સુજૈન સરંડને એક પછી એક ટ્વિટ કરીને આંદોલનને ટેકો આપ્યો છે. પોતાના બીજા ટ્વીટમાં અભિનેત્રીએ આર્ટિકલનાં લિંક તેમજ એક ખાસ સંદેશ પણ શેર કર્યો છે. જેમાં લખ્યું છે કે, હવે ભારતનાં #FarmersProtest સાથે એકતા બતાવવાનો સમય આવી ગયો છે. વાંચો કોણ છે અને કેમ કરી રહ્યા છે આંદોલનકારી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ