Not Set/ રિષભ પંત બાદ હવે આ ખેલાડી પણ કોરોનાની ઝપટમાં આવ્યો

સમગ્ર વિશ્વ કોરોનાવાયરસ મહામારીનાં કારણે પરેશાન થઇ ગયુ છે. જ્યારે એવો માહોલ જોવા મળે છે કે કોરોના બસ હવે શાંત થઇ જ ગયો છે…

Sports
11 331 રિષભ પંત બાદ હવે આ ખેલાડી પણ કોરોનાની ઝપટમાં આવ્યો

સમગ્ર વિશ્વ કોરોનાવાયરસ મહામારીનાં કારણે પરેશાન થઇ ગયુ છે. જ્યારે એવો માહોલ જોવા મળે છે કે કોરોના બસ હવે શાંત થઇ જ ગયો છે, કે થોડા સમય બાદ તે પીક પકડીને માનવજાતિને જાણે બતાવે છે કે તમે આ પ્લેનેટનાં સ્વામી નથી. તાજેતરમાં બ્રિટેનમાં કોરોનાવાયરસનાં કેસોમાં વૃદ્ધિ થઇ રહી છે, ત્યારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરીઝ રમવા ગયેલી ટીમ ઈન્ડિયા પણ આ વધતા કેસોની ઝપટમાં આવી રહી હોય તેવા અહેવાલ મળી રહ્યા છે. ટીમ ઈન્ડિયાનાં બે ખેલાડીઓ કોરોનાની ઝપટમાં આવી ગયા છે. જો કે મળી રહેલી માહિતી અનુસાર, હવે રિષભ પંત બાદ વધુ એક ખેલાડી કોરોના પોઝિટિવ થયો હોવાનુ સામે આવી રહ્યુ છે.

મુસીબતમાં ટીમ ઈન્ડિયા! / ભારતીય ટીમનો વિકેટકીપર રિષભ પંત કોરોના પોઝિટિવઃ રિપોર્ટ

આપને જણાવી દઇએ કે, ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરીઝ 4 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર દરમ્યાન રમાવાની છે. આ સીરીઝની શરૂઆત પહેલા જ ભારત માટે ખરાબ સમાચાર આવી ગયા છે. ઈંગ્લેન્ડમાં કોરોનાનાં કેસમાં ઝડપી વધારાની અસર ટીમ ઈન્ડિયાને પણ પડી છે. ક્રિકેટર રિષભ પંત બાદ હવે ઈંગ્લેન્ડ પ્રવાસ પર ગયેલા ટીમ ઈન્ડિયાનાં અન્ય સહાયક કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ટીમ ઈન્ડિયામાં અત્યાર સુધીમાં કુલ ત્રણ લોકોને કોરોના ચેપ લાગ્યો છે. જો કે, એક ખેલાડી કોરોનાથી સ્વસ્થ થઈ ચુક્યો છે.

સંકટનાં વાદળ / ઈંગ્લેન્ડ સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયા માટે આવ્યા ખરાબ સમાચાર, 2 ખેલાડી કોરોના પોઝિટિવ

મળતી માહિતી મુજબ ટીમ ઈન્ડિયાનાં સહાયક કર્મચારી દયાનંદ ગરાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જે થ્રો ડાઉન એક્સપર્ટ છે. દયાનંદ ગરાણીની કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ રિદ્ધિમાન સાહા અને બોલિંગ કોચ ભરત અરૂણે પોતાને આઇસોલેટ કરી દીધા છે. આપને જણાવી દઈએ કે, અગાઉ ટીમ ઈન્ડિયાનાં બે ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. આમાંથી એક ખેલાડી કોરોનાથી ઠીક થઈ પણ ગયો છે, જ્યારે રિષભ પંત હજી પણ આઇસોલેટમાં છે. આપને જણાવી દઈએ કે, અગાઉ ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ભારતીય ટીમ જૂનનાં પ્રારંભમાં ઈંગ્લેન્ડ આવી હતી અને ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની અંતિમ મેચ રમી હતી. આ પછી ટીમ ત્રણ અઠવાડિયાનાં વિરામ પર હતી. કોચ રવિ શાસ્ત્રી સહિત કેટલાક ખેલાડીઓ વિરામ દરમ્યાન વિમ્બલ્ડન અને યુરો 2020 મેચ જોવા લંડન ગયા હતા. ઘણા લોકો તેમના સબંધીઓ સાથે રહ્યા હતા.