Tokyo Paralympics/ ટેબલ ટેનિસની ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવનારી આ પ્રથમ ભારતીય ખેલાડી બની

ભારતની ભાવિના પટેલે ટેબલ ટેનિસમાં નવો ઇતિહાસ લખ્યો છે. આ પ્રથમ વખત છે કે જ્યારે ભારતના કોઇ પેડલર ટોક્યો પેરાલિમ્પિક્સની ટેબલ ટેનિસમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા હોય

Sports
કન્નોજ 9 ટેબલ ટેનિસની ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવનારી આ પ્રથમ ભારતીય ખેલાડી બની

દેશ માં 25  ઓગસ્ટથી પેરાલિમ્પિક શરુ  થઇ છે. જેમાં ભારતીય ખેલાડીઓ  અલગ અલગ  રમતો માં ભાગ લેવાના છે . જે અંતર્ગત   ભાવિના પટેલ મહિલા ટેબલ ટેનિસ ની કલાસ ફોર ઇવેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ચુકી છે. તેણે રાઉન્ડ ઓફ 16 ના મેચ નંબર 20 માં બ્રાઝિલની ઓલિવિરાને હરાવી હતી. ભાવિના પટેલે આ મેચ ત્રીજી ગેમમાં જ જીતી લીધી હતી. ભાવિનાએ પ્રથમ ગેમ 12-10, બીજી ગેમ 13-11 અને ત્રીજી ગેમ 11-6 થી જીતી હતી. આ જીત સાથે ભાવિના પટેલ દેશ માટે મેડલ જીતવાની એક ડગલું નજીક આવી ગઈ છે. સારી વાત એ છે કે ટોક્યો પેરાલિમ્પિક્સ  માં ભાવિનાનું ફોર્મ શાનદાર દેખાઈ રહ્યું છે અને તે એક પછી એક તેની મેચ જીતી રહી હોય એમ લાગે છે.

આ મેચમાં ભાવિનાની સારી શરૂઆતને બીજા રાઉન્ડમાં ગ્રેટ બ્રિટનની પેડલર દ્વારા આકરી ટકકર આપી હતી. પરંતુ ફરીથી ભાવિનાએ આગામી બે ગેમ્સને સારી રીતે નિયંત્રિત કરી અને તેની જીતની પાકી કરી લીધી હતી.

ભારતની ભાવિના પટેલે ટેબલ ટેનિસમાં નવો ઇતિહાસ લખ્યો છે. આ પ્રથમ વખત છે કે જ્યારે ભારતના કોઇ પેડલર ટોક્યો પેરાલિમ્પિક્સની ટેબલ ટેનિસમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા હોય. બ્રાઝિલની પેડલર જોયસ ડી ઓલિવિરા  ને હરાવતી વખતે ભાવિના પટેલે આ કમાલ કર્યો છે. પોતાની જીત પર ખુશી વ્યક્ત કરતા ભાવિનાએ કહ્યું કે, તેણે તેના બ્રાઝીલીયન પ્રતિસ્પર્ધીને મોટે ભાગે બોડી પર રમાડ્યા હતા. જે તેમની નબળાઈ હતી અને તેનું જ પરિણામ વિજય સ્વરૂપે મળ્યું છે.