Not Set/ પી.ચિદમ્બરમની ધરપકડ બાદ કુમાર વિશ્વાસનો તંજ, કહ્યુ પોપટ કોઇનો નથી હોતો

આઈએનએક્સ મીડિયા કૌભાંડ કેસમાં હાઇ વોલ્ટેજ ડ્રામા વચ્ચે સીબીઆઈએ બુધવારે રાત્રે ભૂતપૂર્વ ગૃહમંત્રી અને નાણાંમંત્રી પી.ચિદમ્બરમની ધરપકડ કરી હતી. આ પહેલા ઉગ્ર નાટક ચાલ્યુ હતે. દિલ્હી હાઈકોર્ટે તેમના વચગાળાની જામીન નામંજૂર કર્યા બાદ મંગળવારે સાંજે તે ફરાર થઇ ગયા હોવાનુ લોકમતે ચર્ચાયુ હતુ. સીબીઆઈ અને ઇડી તેમને શોધવા જોરબાગ સ્થિત તેમના ઘરે પહોંચ્યા હતા. તેમના […]

India
kumar vishvas1 પી.ચિદમ્બરમની ધરપકડ બાદ કુમાર વિશ્વાસનો તંજ, કહ્યુ પોપટ કોઇનો નથી હોતો

આઈએનએક્સ મીડિયા કૌભાંડ કેસમાં હાઇ વોલ્ટેજ ડ્રામા વચ્ચે સીબીઆઈએ બુધવારે રાત્રે ભૂતપૂર્વ ગૃહમંત્રી અને નાણાંમંત્રી પી.ચિદમ્બરમની ધરપકડ કરી હતી. આ પહેલા ઉગ્ર નાટક ચાલ્યુ હતે. દિલ્હી હાઈકોર્ટે તેમના વચગાળાની જામીન નામંજૂર કર્યા બાદ મંગળવારે સાંજે તે ફરાર થઇ ગયા હોવાનુ લોકમતે ચર્ચાયુ હતુ. સીબીઆઈ અને ઇડી તેમને શોધવા જોરબાગ સ્થિત તેમના ઘરે પહોંચ્યા હતા. તેમના ન મળ્યા બાદ તેમને બે કલાકમાં હાજર થવાની નોટીસ ફટકારવામાં આવી હતી. જે પછી ચિદમ્બરમ ગઇ કાલે સાંજે કોંગ્રેસનાં મુખ્યાલયમાં હાજર થયા હતા.

પી.ચિદમ્બરમે મીડિયાની સામે પોતાની વાતને રાખી હતી અને ત્યારબાદ તે તેમના ઘરે પાછા ફર્યા હતા. જ્યાં સીબીઆઈએ તેમની ધરપકડ કરી હતી અને તેમને પોતાની સાથે લઈ ગઈ હતી. આ અંગે પ્રતિક્રિયા આપતા આમ આદમી પાર્ટીનાં નેતા અને પ્રખ્યાત કવિ કુમાર વિશ્વાસે રમૂજી રીતે પ્રતિક્રિયા આપી હતી. કુમાર વિશ્વાસે એક ટ્વીટ કર્યું હતું, જેમા તેમણે લખ્યુ કે, Moral of the Story – ‘પોપટ’ કોઈનો નથી હોતો.’ કુમાર વિશ્વાસનું આ તંજ કોંગ્રેસનાં નેતાઓ માટે છે. નોંધનીય છે કે યુપીએ સરકાર દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, સીબીઆઈ સરકારનો પોપટ છે. આપને જણાવી દઇએ કે, પી ચિદમ્બરમ યુપીએ-2 સરકારમાં કેન્દ્રીય મંત્રી હતા.

નોંધનીય વાત એ છે કે, સુપ્રીમ કોર્ટે કોલસાની ખાણ ફાળવણી કૌભાંડનાં તપાસ અહેવાલનાં મૂળ તત્વમાં ફેરફાર કરવા માટે સરકાર અને સીબીઆઈની આકરી ટીકા કરી હતી અને કહ્યું હતું કે, સીબીઆઈ ‘પાંજરામાં બંધ પોપટ’ જેવી છે. કોર્ટે કહ્યું હતું કે, તપાસ એજન્સીને તમામ પ્રકારનાં દબાણનો સામનો કરવો જોઇએ અને કાયદા મંત્રી સહિત કોઈને પણ તેની તપાસ રિપોર્ટ શેર ન કરવી જોઇએ. ધરપકડ પહેલા સ્પષ્ટતા આપતા પી ચિદમ્બરમે કહ્યું હતું કે, ‘મારું માનવું છે કે લોકશાહીનો પાયો આઝાદી છે. બંધારણનો સૌથી મહત્વપૂર્ણ લેખ 21 છે જે જીવન અને સ્વતંત્રતાની બાહેધરી આપે છે. જો આમાંથી કોઈને પસંદ કરવાનો વિકલ્પ છે, તો હું નિરકુશ સ્વતંત્રતા પસંદ કરીશ. ‘ તેમણે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં ઘણુ બધું બન્યુ જેના કારણે કેટલાક લોકો ચિંતા અને મૂંઝવણમાં મુકાઈ ગયા.

ચિદમ્બરમે કહ્યું કે, ‘આઈએનએક્સ મીડિયા કેસમાં હુ કોઈ ગુનાનો આરોપી નથી. મારા કુટુંબનાં કોઈ પણ સભ્ય પણ આ ગુનાનાં આરોપી નથી. સીબીઆઈ અથવા ઇડી દ્વારા કોર્ટમાં કોઈ ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી ન હતી. એફઆઈઆરમાં એમ પણ કહેવામાં આવતું નથી કે મેં કંઈપણ ખોટું કર્યું છે. આ બધુ હોવા છતાં, આવી માન્યતા બનાવવામાં આવી રહી છે કે મોટો ગુનો થયો છે અને મેં અને મારા દીકરાએ ગુનો કર્યો છે. તમામ જુઠ્ઠાણા ફેલાવવામાં આવી રહ્યા છે.

ચિદમ્બરમે કહ્યું કે, ‘મેં આગોતરા જામીનની માંગ કરી હતી. મારા વકીલોએ સુપ્રીમ કોર્ટને સુનાવણી કરવા વિનંતી કરી હતી. હુ વકીલો સાથે આખી રાત કામ કરતો હતો. આજે પણ હુ આખો દિવસ વકીલો સાથે પણ કામ કરતો હતો. તેમણે કહ્યું, ‘જ્યારે મને સીબીઆઈ દ્વારા સમન અપાયું હતું અને ત્યારબાદ ઇડી પૂછપરછ માટે આવી હતી. મેં આગોતરા જામીન માટે જણાવ્યું હતું. મને 13-15 મહિનાની ધરપકડથી અંતિમ રાહત મળી. 25 જુલાઈએ ચુકાદો સાત મહિના માટે અનામત રાખવામાં આવ્યો હતો અને ગઈકાલે સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.