India Canada news/ કેનેડા જતા વિદ્યાર્થીઓ માટે માઠા સમચાર, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે નવા નિયમો કરશે જારી

કેનેડામાં જતા વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. આગામી સપ્ટેમ્બર માસથી વિદેશી વિદ્યાર્થીઓ માટે કેનેડામાં નવા નિયમો જારી કરવામાં આવ્યા છે.

Top Stories India World
Beginners guide to 2024 03 26T152940.504 કેનેડા જતા વિદ્યાર્થીઓ માટે માઠા સમચાર, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે નવા નિયમો કરશે જારી

કેનેડામાં જતા વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. આગામી સપ્ટેમ્બર માસથી વિદેશી વિદ્યાર્થીઓ માટે કેનેડામાં નવા નિયમો જારી કરવામાં આવ્યા છે. જે અંતર્ગત વિદેશી વિદ્યાર્થીઓએ સ્ટડી વિઝા અથવા અને વર્ક પરમિટ માટે કોઈપણ કોલેજ કે યુનિવર્સિટીમાં પ્રવેશ પત્રની સાથે પ્રાંતીય ચકાસણી પત્ર (Provincial Attestation -PAL) નો સમાવેશ કરવો આવશ્યક રહેશે. 22 જાન્યુઆરી પછી સબમિટ કરવામાં આવેલ વિદ્યાર્થીઓ માટે આ નવી વ્યવસ્થા લાગુ પડશે. કેનેડીયન સરકારે પ્રાંતો અને પ્રદેશોને માર્ચના અંત સુધીમાં PAL પત્રો જારી કરવાની યોજના બનાવવા માટે કહેવામાં આવ્યું છે. સંભવત 31 માર્ચ સુધીમાં આ મામલે અંતિમ નિર્ણય રજૂ કરવામાં આવી શકે છે.

કેનેડામાં બ્રિટિશ કોલમ્બિયા, ઑન્ટારિયો અને ક્વિબેક સહિતના કેટલાક પ્રાંતોએ આ નિયમોની જાહેરાત કરી છે – ઉદાહરણ તરીકે, બ્રિટિશ કોલંબિયા 2023માં 97,000 અભ્યાસ પરમિટની સરખામણીમાં 2024માં 83,000 PAL ઇશ્યૂ કરે તેવી શક્યતા છે. એટલે કે પરમિટ ઇશ્યૂ કરવામાં 15 ટકા જેટલો ઘટાડો થયો છે. ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશીપ કેનેડા (IRCC) ની જાહેરાત અનુસાર, 2023 ની સરખામણીમાં અભ્યાસ પરમિટમાં 35% ઘટાડો થશે, અને 3.6 લાખ જેટલા વિદ્યાર્થીઓ હશે. ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આ નવા નિયમો એક મોટો ફટકો હોઈ શકે છે કારણ કે છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતીઓમાં વિદેશમાં અભ્યાસ માટે ટોચના સ્થળોમાં કેનેડા પ્રથમ પસંદગી બન્યું છે. આ અંગે કરવામાં આવેલ સર્વે મુજબ, 2023માં અભ્યાસ માટે કેનેડા ગયેલા ભારતમાંથી 3 લાખ વિદ્યાર્થીઓમાંથી 12% થી 17% અથવા 35,000 થી 50,000 ગુજરાતીઓ હતા.

કેનેડા સ્થિત ઇમિગ્રેશન વકીલ ઉપિન્દર સિંહ બેદીએએ જણાવ્યું કે ભારતીય વિદ્યાર્થીઓ માટે હવે સૌથી મોટો તફાવત પ્રમાણમાં લાંબી પ્રક્રિયા હશે. સત્યાપન પ્રમાણપત્રો (PALs) વિદ્યાર્થીઓને સીધા જ આપવામાં આવશે નહીં પરંતુ તે જે સંસ્થાઓમાં નોંધણી કરી રહ્યાં છે તેમને આપવામાં આવશે. નિયમો સૂચવે છે કે કેનેડીયન સરકાર હવે માસ્ટર્સ અથવા ડોક્ટરલ સ્તરના વિદ્યાર્થીઓમાં વધુ રસ ધરાવે છે.

કેનેડા સ્થિત ગુજરાતી સમુદાય વધુ વિકસિત થઈ રહ્યો છે. કેનેડા સ્થિત એક ગુજરાતીએ જણાવ્યું કે અમે દેશમાં સ્થાયી થવા અને તેમના કાયમી રહેવાસી (PR) તરીકે કામ કરવા માટે ટૂંકા ગાળાના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવનારા ગુજરાતી વિદ્યાર્થીઓનો અગાઉ ક્યારેય ના જોયો તેટલો ધસારો છેલ્લા કેટલાક વર્ષોમાં વર્ષોમાં જોયો છે. ગુજરાતી વિદ્યાર્થીઓ અંહી ટૂંકાગાળાના અભ્યાસક્રમોમાં સરળતાથી પ્રવેશ મેળવે છે. આથી વધતા જ વિદ્યાર્થીઓનો વધતો જતો ધસારો જતા કેનેડિયન સરકાર સત્યાપન પ્રમાણપત્રો (PALs) અમલમાં મૂકવાની યોજના બનાવી રહી છે. આ નવા નિયમો કુશળ કર્મચારીઓની તરફેણ કરશે જેમાં અંગ્રેજી પ્રાવીણ્યની વધુ જરૂર છે અને તે અગાઉના કામનો અનુભવ ધરાવતા લોકોની તરફેણ કરી શકે છે. અમે ખરાબ કામ કરવાની પરિસ્થિતિઓ અને આકાંક્ષાઓ અને યોગ્યતા વચ્ચેની અસંગતતા વિશે ઘણી ભયાનક વાર્તાઓ સાંભળીએ છીએ. અને વિદ્યાર્થીઓ તથા માતા-પિતાની મુશ્કેલીઓમાં ઘટાડો કરવા જ આ નવા નિયમો લાવવાની વિચારણા થઈ રહી છે. જે સંભવત 31 માર્ચ સુધીમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવે તેવી શક્યતા છે.

PAL ઇમિગ્રેશન, રેફ્યુજીસ અને કેનેડિયન સિટીઝનશિપ માટે બનાવવામાં આવ્યું છે. આ સત્યાપન પત્ર સાબિતી આપશે કે જે – તે વિદ્યાર્થી દરેક પ્રાંત અથવા પ્રદેશની ફાળવણી હેઠળ સામેલ છે. આ મામલે સરકારે પુષ્ટિ કરી છે કે દરેક પ્રાંત અને પ્રદેશને હવે ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરના પત્રમાં કેપ ફાળવણી મળી છે, જોકે તેણે તે કેપ નંબરો શું છે તે જણાવ્યું નથી. પ્રાંતો અને પ્રદેશો એપ્રિલ 2024 ની શરૂઆતમાં PALs જારી કરવાનું શરૂ કરશે, તેમ છતાં પ્રદેશ નેતાઓએ ચેતવણી આપી છે કે કેનેડા આવવા માંગતા વિદ્યાર્થીઓ પર પ્રતિકૂળ અસરો પડશે માટે જ્યાં સુધી પ્રાંતો તેમની ફાળવણી શું હશે તે નક્કી ન કરે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ Gujarat-Heartattack/સુરતમાં 35 વર્ષીય જિમ ટ્રેનરનું હાર્ટએટેકથી મોત, કોઈપણ બીમારી ના હોવા છતાં યુવાન થયો હાર્ટએટેકનો શિકાર

આ પણ વાંચોઃ Surendranagar/ચોટીલા પાસે એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ઘટનાસ્થળ પર જ 3ના મોત

આ પણ વાંચોઃ cm arvind kejrival/અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આપ પાર્ટી આજે PM મોદીના નિવાસ્થાનનો કરશે ઘેરાવો, પોલીસે ટ્રાફિક એડવાઈઝરી કરી જાહેર