T20 World Cup/ પાકિસ્તાન વિરુદ્ધ હાર બાદ ભારત માટે હાર્દિક પંડ્યાને લઇને વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા

વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે પહેલીવાર હારનો સામનો કર્યા બાદ હાર્દિક પંડ્યાની ફિટનેસને લઈને ટીમ ઈન્ડિયા માટે એક ખરાબ સમાચાર આવ્યા છે.

Sports
હાર્દિક પંડ્યા

વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે પહેલીવાર હારનો સામનો કર્યા બાદ હાર્દિક પંડ્યાની ફિટનેસને લઈને ટીમ ઈન્ડિયા માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. બેટિંગ દરમિયાન હાર્દિક પંડ્યાએ 8 બોલમાં 11 રનની ઈનિંગ રમી હતી અને આ દરમિયાન તેના ખભામાં ઈજા થઈ હતી. જે બાદ તે ફિલ્ડ માટે મેદાનમાં આવ્યો નહતો. મેચ દરમિયાન ઘણી વખત તેને સ્ક્રીન પર બતાવવામાં આવ્યો હતો જ્યાં તે વારંવાર જમણા ખભાને સ્પર્શ કરી રહ્યો હતો.

હાર્દિક પંડ્યા

આ પણ વાંચો – વિવાદ / ભારતના સરહદી વિવાદ વચ્ચે ચીને નવો કાયદો પસાર કર્યો,બોર્ડર પાસેના ગામમાં નાગરિકોને વસાવવાની તૈયારીમાં

આવી સ્થિતિમાં મેચ દરમિયાન જ સમાચાર આવ્યા કે હાર્દિક પંડ્યાને સ્કેન માટે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો છે જેથી તેની ઈજાનું મૂલ્યાંકન થઈ શકે. પહેલેથી જ તેની ફિટનેસ પર સવાલો ઉઠી રહ્યા હતા, આવી સ્થિતિમાં ફરી તેની ઈજા ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. પાકિસ્તાન સામેની મેચની પૂર્વ સંધ્યાએ જ્યારે વિરાટ કોહલીને હાર્દિકની ફિટનેસ અને તેની બોલિંગ વિશે પૂછવામાં આવ્યું ત્યારે વિરાટે કહ્યું હતું કે હાર્દિક ભલે બોલિંગ નહી કરે, તે છઠ્ઠા નંબર પર બેટિંગ કરનાર ફિનિશરની ભૂમિકા ભજવશે. જે સ્પેશિયાલિસ્ટનું કામ છે, રાતોરાત અમે કોઈ ખેલાડીને આ પદ માટે ઉભા કરી શકતા નથી. વળી, પાકિસ્તાન સામેની મેચ પહેલા, હાર્દિકે કહ્યું હતું કે તે ફિટ છે અને પ્લેઓફ રાઉન્ડ સુધી બોલિંગ કરવા માટે ફિટ રહેશે અને થોડી ઓવરો ફેંકી શકશે. પરંતુ પાકિસ્તાન સામેની મેચમાં તે ફિનિશરની ભૂમિકા પણ નિભાવી શક્યો ન હતો અને ઈજાગ્રસ્ત થયો હતો. આવી સ્થિતિમાં, સ્કેન પછી, તેની ઇજાનું મૂલ્યાંકન કરવામાં આવશે અને અલબત્ત તેના સ્થાને અન્ય ખેલાડીને રમવાની જાહેરાત કરવામાં આવશે.

હાર્દિક પંડ્યા

આ પણ વાંચો – T20 World Cup / જીત બાદ બાબર આઝમે ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓને જે કહ્યુ તે સાંભળી વિરોધી ટીમોનો છૂટી જશે પરસેવો, Video

હાર્દિક પંડ્યાની ઈજા બાદ દરેક વ્યક્તિ તેના સ્કેન રિપોર્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ રિપોર્ટનાં આધારે તે નક્કી કરશે કે ટીમ સાથે રહેવું કે નહીં. પહેલાથી જ ગૌતમ ગંભીર જેવા ઘણા અનુભવી ખેલાડીઓએ બેટ્સમેન તરીકે ટીમમાં તેને જાળવી રાખવાનો વિરોધ કર્યો છે. પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે સાત વિકેટે 151 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી વિરાટ કોહલીએ 57 અને ઋષભ પંતે 39 રન બનાવ્યા હતા. આ બે બેટ્સમેન સિવાય ભારતીય ટીમનાં બાકીનાં ખેલાડીઓ કંઈ ખાસ કરી શક્યા ન હોતા. પાકિસ્તાન તરફથી બોલિંગ કરતા શાહીન શાહ આફ્રિદીએ ત્રણ વિકેટ ઝડપી હતી. તેણે પોતાની પ્રથમ બે ઓવરમાં રોહિત શર્મા અને કેએલ રાહુલની વિકેટ લીધી હતી.