T20 World Cup/ મેચનાં અંતે ધોની પાકિસ્તાની ખેલાડીઓને સમજાવતો જોવા મળ્યો, ICC એ શેર કર્યો Video

ટીમ ઈન્ડિયાની આ શરમજનક હાર બાદ ભારતીય ખેલાડીઓની દરેક જગ્યાએ ટીકા થઈ રહી હતી, જ્યારે ટીમનાં માર્ગદર્શક એમએસ ધોનીનો સોશિયલ મીડિયા પર દબદબો રહ્યો હતો.

Sports
ધોની અને પાકિસ્તાની ખેલાડી

દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં T20 વર્લ્ડકપ 2021નાં સુપર-12 રાઉન્ડમાં રવિવારે એક મોટી મેચ રમાઈ હતી. ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે રમાયેલી આ પ્રખ્યાત T20 મેચમાં પાકિસ્તાને 10 વિકેટે મોટી જીત નોંધાવી હતી. 29 વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે પાકિસ્તાને કોઈ પણ ફોર્મેટની ICC વર્લ્ડકપ મેચમાં ભારતને હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાની આ શરમજનક હાર બાદ ભારતીય ખેલાડીઓની દરેક જગ્યાએ ટીકા થઈ રહી હતી, જ્યારે ટીમનાં માર્ગદર્શક એમએસ ધોનીનો સોશિયલ મીડિયા પર દબદબો રહ્યો હતો.

https://twitter.com/iHShaheen/status/1452336795962810380?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1452336795962810380%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.timesnowhindi.com%2Fcricket%2Farticle%2Fms-dhoni-video-and-photos-of-talking-to-young-pakistan-cricketers-goes-viral-on-social-media%2F369348

આ પણ વાંચો – T20 World Cup / પાકિસ્તાન મેચ જીત્યુ પણ કોહલીએ લોકોનું દિલ જીત્યુ, મેચમાં બનાવ્યો આ શાનદાર રેકોર્ડ

આપને જણાવી દઇએ કે, ICC T20 વર્લ્ડકપ 2021 માં ટીમ ઈન્ડિયાની શરૂઆત બિલકુલ સારી રહી નથી, વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ટીમને તેમના કટ્ટર હરીફ પાકિસ્તાન સામે 10 વિકેટની શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારથી કરોડો ભારતીય ક્રિકેટ ચાહકોનાં દિલ તૂટી ગયા છે, પરંતુ મેચ પછી કેટલીક તસવીરો અને વીડિયો સામે આવ્યા, જેણે સાબિત કર્યું કે ક્રિકેટ જેન્ટલમેન રમત છે. મેચ બાદ ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલી અને મેન્ટર મહેન્દ્ર સિંહ ધોનીએ જે રીતે પાકિસ્તાની ખેલાડીઓ સાથે વાતચીત કરી, તેનાથી દરેક ક્રિકેટ ચાહકોનાં ચહેરા પર સ્મિત આવી ગયું હતુ. જણાવી દઇએ કે, આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 152 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં, પાકિસ્તાન ટીમે ફક્ત તેમના ઓપનરોનાં આધારે 13 બોલ બાકી રહેતા 10 વિકેટથી જીત મેળવી હતી. કેપ્ટન બાબર આઝમે અણનમ 68 અને વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને અણનમ 79 રન બનાવ્યા હતા. જીત મેળવ્યા બાદ પાકિસ્તાનનાં યુવા ખેલાડીઓએ મેદાન છોડ્યુ નહોતુ, પરંતુ એક ખૂણામાં તેઓ ભારતનાં પૂર્વ કેપ્ટન અને હાલમાં ટીમ ઈન્ડિયાનાં માર્ગદર્શકની ભૂમિકા ભજવતા મહેન્દ્ર સિંહ ધોની સાથે વાત કરતા અને  જોવા મળ્યા હતા.

https://www.instagram.com/reel/CVa-WzzlaWv/?utm_source=ig_web_copy_link

આ પણ વાંચો – t-20 world cup / T-20 વર્લ્ડ કપ મેચમાં ભારત પાકિસ્તાન સામે કયારે હાર્યુ નથી,જાણો સમગ્ર મેચનો અહેવાલ

ICC એ એક વીડિયો શેર કર્યો છે અને તેના કેપ્શનમાં લખ્યું છે, ‘આ ભારત-પાકિસ્તાન ક્રિકેટની વાસ્તવિક સ્ટોરી છે, જે દરેક પ્રચાર અને વલણથી અલગ છે.’ આ વીડિયોમાં ટીમ ઈન્ડિયાનાં મેન્ટર ધોની પાકિસ્તાની ખેલાડીઓ સાથે વાતચીત કરતા જોવા મળે છે. પાકિસ્તાનનાં કેપ્ટન બાબર આઝમ, સિનિયર ઓલરાઉન્ડર શોએબ મલિક, ઈમાદ વસીમ અને યુવા ફાસ્ટ બોલર શાહનવાઝ દહાની ધોનીને ધ્યાનથી સાંભળતા જોવા મળે છે. માહીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.