Cricket/ પ્રથમ ટી-20માં હાર બાદ ફેન્સને યાદ આવ્યા હિટમેન રોહિત શર્મા

ઈંગ્લેન્ડ સામેની પહેલી ટી-20 મેચમાં ટીમ ઈન્ડિયાની કારમી હાર થઇ છે. જે પિચ ઉપર ભારતીય ક્રિકેટને રન બનાવવા ભારે પડી રહ્યા હતા

Sports
ગરમી 40 પ્રથમ ટી-20માં હાર બાદ ફેન્સને યાદ આવ્યા હિટમેન રોહિત શર્મા

ઈંગ્લેન્ડ સામેની પહેલી ટી-20 મેચમાં ટીમ ઈન્ડિયાની કારમી હાર થઇ છે. જે પિચ ઉપર ભારતીય ક્રિકેટને રન બનાવવા ભારે પડી રહ્યા હતા, ત્યા ઈંગ્લેન્ડનાં ઓપનર અને તેમા ખાસા જેસન રોય એ ધમાકેદાર બેટિંગ કરી ભારતીય બોલરોની હવા ટાઇટ કરી દીધી હતી. ટીમ ઈન્ડિયાની બેટિંગમાં ખરાબ હાલત જોતા ક્રિકેટ ફેન્સનાં મુખે રોહિતનું નામ ચર્ચાઇ હતુ. આ મેચમાં હિટમેન રોહિત શર્માને ક્રિકેટ ફેન્સ ખૂબ યાદ કરતા રહ્યા હતા.

કબૂલાત / અમારાથી અહીં ગરબડ થઈ હતી, પ્રથમ T-20 મેચમાં હાર બાદ વિરાટે જણાવ્યું…

આપને જણાવી દઇએ કે, ઓપનર રોહિત શર્માને ઈંગ્લેન્ડ વિરુદ્ધ રેસ્ટ આપવો ટીમ ઈન્ડિયાને ભારે પડ્યુ હતુ. જી હા, હિટમેન કહેવાતા રોહિત આ મેચમાં ટોપ 11 માં નહોતા, જે પછી તેમની જગ્યાએ આવેલા કે.એલ.રાહુલ કોઇ ખાસ કમાલ કરી શક્યો નહતો. રોહિત શર્માને ન લેવાની ભૂલનાં શુક્રવારે વિશ્વની નંબર વન ટી-20 ટીમ ઈંગ્લેન્ડની ટીમ આઠ વિકેટથી જીત મેળવી શકી હતી. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતે 20 ઓવરમાં સાત વિકેટે 124 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડને આ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં કોઈ જ મુશ્કેલી પડી નહોતી. ટીમ વતી, જેસન રોય અને જોસ બટલરે પ્રથમ વિકેટ માટે 72 રનની ભાગીદારી કરીને ટીમને જોરદાર શરૂઆત આપી હતી. આખરે ટીમે પાંચ મેચની શ્રેણીમાં 1-0 ની લીડ મેળવી લીધી છે. ઈંગ્લેન્ડનાં બેટ્સમેનોએ 15.3 ઓવરમાં બે વિકેટે 130 રન બનાવીને મેચ પૂરી કરી હતી. આ મેચમાં ભારત હાર્યા બાદ ચાહકો રોહિત શર્માને ખૂબ યાદ કરતા જોવા મળ્યા હતા.

Cricket / વિનોદ કાંબલીએ વીડિયો શેર કરી કહ્યુ- આ રીતે મેદાનમાં રમી શકાય

ઈંગ્લેન્ડ સામેની ચાર મેચની ટેસ્ટ શ્રેણીમાં રોહિતનું પ્રદર્શન શાનદાર રહ્યું હતુ. તેણે ભારત માટે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ શ્રેણી 3-1 થી જીતાડવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવ્યા હતા. જ્યારે આ મેચમાં આરામ આપવામાં આવ્યો ત્યારે શિખર ધવનને ઇનિંગ્સ શરૂ કરવાની તક મળી. જો કે, તે આ તકનો લાભ લઈ શક્યો નહીં અને માત્ર ચાર રન બનાવીને ફાસ્ટ બોલર માર્ક વુડનો શિકાર બન્યો. ભારતીય ઇનિંગ દરમિયાન ઈંગ્લેન્ડનાં ફાસ્ટ બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં સાત વિકેટમાંથી છ વિકેટ ફાસ્ટ બોલરોનાં નામે રહી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ