ભાવ વધારો/ પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં ઘટાડા બાદ હવે CNG નાં ભાવમાં ભડકો

દેશનાં નાગરિકોને દિવાળીની ભેટ સ્વરૂપે કેન્દ્રની મોદી સરકારે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં ઘટાડો કર્યો હતો. આજે સતત 10માં દિવસે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો થયો નથી. પરંતુ આજે CNG નાં ભાવમાં વધારો થયો છે. આ સામાન્ય લોકો માટે ફટકો છે.

Top Stories Business
CNG નાં ભાવમાં ભડકો

દેશમાં જ્યા એક તરફ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં ઘટાડો કરી સરકારે સામાન્ય નાગરિકોને રાહત આપવાનો નિર્ણય લીધો છે તો બીજી તરફ CNG નાં ભાવમાં વધારાએ એકવાર ફરી CNG ચલાવતા વાહનોનાં માલિકો માટે મુસિબત ઉભી કરી દીધી છે.

CNG નાં ભાવમાં ભડકો

આ પણ વાંચો – Children’s day / દેશનાં પ્રથમ વડાપ્રધાન ચાચા નેહરુની જન્મજયંતિ પર PM મોદી સહિત અન્ય નેતાઓએ પાઠવી શ્રદ્ધાંજલિ

દેશનાં નાગરિકોને દિવાળીની ભેટ સ્વરૂપે કેન્દ્રની મોદી સરકારે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં ઘટાડો કર્યો હતો. જણાવી દઈએ કે આજે સતત 10માં દિવસે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો થયો નથી. પરંતુ આજે CNG નાં ભાવમાં વધારો થયો છે. આ સામાન્ય લોકો માટે ફટકો છે. દિલ્હી-NCRમાં રવિવારે CNGની કિંમતમાં વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં CNG 2.28 રૂપિયા પ્રતિ કિલો મોંઘો થયો છે. જ્યારે દિલ્હીને અડીને આવેલા નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં CNG 2.56 રૂપિયા પ્રતિ કિલો મોંઘો થયો છે. છેલ્લા 45 દિવસમાં આ ત્રીજી વખત છે જ્યારે CNGનાં ભાવમાં વધારો થયો છે. આપને જણાવી દઈએ કે, ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે CNGની કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. જણાવી દઈએ કે, અત્યાર સુધી રાજધાની દિલ્હીમાં CNGની કિંમત 49.76 રૂપિયા પ્રતિ કિલો હતી. પરંતુ આજનાં વધારાને કારણે CNG ની કિંમત 52.04 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. NCR નાં અન્ય શહેરોની વાત કરીએ તો અત્યાર સુધી નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં CNG 56.02 રૂપિયા પ્રતિ કિલોનાં દરે વેચાઈ રહ્યો હતો. પરંતુ આજનાં વધારાને કારણે આ શહેરોમાં CNG ની કિંમત 58.58 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. ઈન્દ્રપ્રસ્થ ગેસે 1 ઓક્ટોબરથી ત્રીજી વખત CNG નાં ભાવમાં વધારો કર્યો છે. તમારી જાણકારી માટે આપને જણાવી દઈએ કે, ગત મહિનાની 1 અને 13 તારીખે પણ CNG નાં ભાવમાં વધારો નોંધવામાં આવ્યો હતો. જો છેલ્લા 45 દિવસમાં જોવામાં આવે તો આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં CNGની કિંમતમાં પ્રતિ કિલો 6.84 રૂપિયાનો વધારો થયો છે. એટલે કે 45 દિવસમાં દિલ્હીમાં CNG 15 ટકાથી વધુ મોંઘુ થઈ ગયું છે.

CNG નાં ભાવમાં ભડકો

આ પણ વાંચો –અમેરિકામાં હત્યા / ગુજરાતનો પોલીસ અધિકારી હત્યા બાદ પણ બનશે ઉપયોગી, પોતાના અંગોના દાનથી 11 લોકોને જીવનદાન

ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે મુખ્ય કારણસર CNGનાં ભાવમાં વધારો કર્યો છે. આ ગેસની ખરીદ કિંમતમાં વધારો છે. તેમના જણાવ્યા અનુસાર, નવી કિંમતો આજે સવારે 6 વાગ્યાથી લાગુ થઈ ગઈ છે. આપને જણાવી દઈએ કે, ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ પછી વધુ કંપનીઓ CNGની માત્રા વધારી શકે છે. તેનાથી અન્ય રાજ્યોમાં પણ CNG મોંઘુ થશે. વળી જો આપણે પેટ્રોલ અને ડીઝલનાં ભાવની વાત કરીએ તો, દિલ્હીમાં પેટ્રોલની કિંમત 103.97 રૂપિયા અને ડીઝલની કિંમત 86.67 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 104.67 રૂપિયા અને ડીઝલની કિંમત 89.79 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 109.98 રૂપિયા અને ડીઝલની કિંમત 94.14 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 101.51 રૂપિયા અને ડીઝલની કિંમત 91.53 રૂપિયા પ્રતિ લીટર છે.