T 20 WC 2024/ વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય ટીમ દિલ્હી પહોંચી, PM મોદી સાથે કરશે ખાસ મુલાકાત

ભારતીય ટીમના ખેલાડીઓ એરપોર્ટની બહાર આવીને બસ દ્વારા હોટલ જવા રવાના થયા હતા. આ દરમિયાન, જ્યારે વિરાટ કોહલી બસમાં ચઢી રહ્યો હતો, ત્યારે………….

Top Stories T20 WC 2024 Breaking News Sports
Image 2024 07 04T075606.168 વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય ટીમ દિલ્હી પહોંચી, PM મોદી સાથે કરશે ખાસ મુલાકાત

New Delhi News: ઈન્ડિયન ક્રિકેટ ટીમ દિલ્હી એરપોર્ટ પર ઉતરી ગઈ છે, દિલ્હી એરપોર્ટની બહાર હાલ ચાહકોની ભારે ભીડ જોવા મળી છે. દરેક વ્યક્તિ ભારતીય ટીમનું સ્વાગત કરવા માંગવા ઉત્સુક છે. ઘણા ચાહકો રાત્રે જ એરપોર્ટ પર પહોંચી ગયા હતા.

ભારતીય ટીમના ખેલાડીઓ એરપોર્ટની બહાર આવીને બસ દ્વારા હોટલ જવા રવાના થયા હતા. આ દરમિયાન, જ્યારે વિરાટ કોહલી બસમાં ચઢી રહ્યો હતો, ત્યારે તેણે ચાહકો તરફ જોયું અને તેમનું અભિવાદન સ્વીકાર્યું. વિરાટ કોહલીને જોતાની સાથે જ ચાહકોએ શોરબકોર શરૂ કરી દીધો હતો.

ટીમ PM મોદીને મળશે
આ ટીમ આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 11 કલાકે તેમના નિવાસસ્થાને મળશે ઉપરાત તેમની સાથે બ્રેકફાસ્ટ કરશે. જે બાદ તે આજે જ મુંબઈ જવા રવાના થશે. ટીમ મુંબઈના નરીમાન પોઈન્ટ અને વાનખેડે સ્ટેડિયમ વચ્ચે ખુલ્લી બસમાં રોડ શો કરશે. અગાઉ આ કાર્યક્રમ આવતીકાલે યોજાવાનો હતો. ખેલાડીઓને ઝડપથી મુક્ત કરવા માટે આજે જ આ કાર્યક્રમ યોજાશે. વધુમાં સન્માન સમારોહમાં પ્રાઈઝ (Cash Prize) પણ આપવામાં આવશે.

ITC મૌર્યમાં ટીમ ઈન્ડિયાની ખાસ તૈયારી
ટ્રોફી જીત્યા બાદ પુરૂષ ભારતીય ક્રિકેટ ટીમના સ્વાગત માટે ITC મૌર્ય ખાતે તૈયારીઓ ચાલી રહી છે. ફ્લાઇટના ક્રૂ પણ ક્રિકેટરોની એક ઝલક જોવા માટે રાહ જોઈ રહ્યા છે. ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ IGI એરપોર્ટ પહોંચતા પહેલા ભારતીય ક્રિકેટ ટીમનું સ્વાગત કરવા ક્રિકેટ પ્રેમીઓ વરસાદમાં ઉભા છે.

બાર્બાડોસમાં આવેલા તોફાનના કારણે ટીમને ત્યાં જ રોકી દેવામાં આવી હતી. બે દિવસના વિલંબ પછી, બીસીસીઆઈએ સમગ્ર ટીમ અને તેમના પરિવારોને એકસાથે ઘરે પરત ફરવા માટે ચાર્ટર્ડ ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રોહિત શર્માએ કર્યો ખુલાસો, વર્લ્ડકપ જીત્યા બાદ તેને કેમ ચાવી હતી પીચની માટી?

આ પણ વાંચો: બેડમિન્ટન ખેલાડીનું 17 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન, જુઓ મોતનો વીડિયો

આ પણ વાંચો: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સાઉથ આફ્રિકાનો કર્યો ક્લીન સ્વીપ, વન-ડે શ્રેણી 3-0થી જીતી