Not Set/ અમદાવાદમાં આતંક વરસાવતો કોરોના, એક્ટિવ કેસની સંખ્યા વધી 23,995 પર પહોચી

અમદાવાદ શહેરમાં કોરોના જ પોતાના રેકોર્ડ તોડતો હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે.સતત બીજા દિવસે શહેરમાં કોરોનાએ રેકોર્ડ બ્રેક કરતા નવા ૪૬૩૧ કેસ નોંધાયા છે.

Top Stories India Trending
priyanka gandhi 1 અમદાવાદમાં આતંક વરસાવતો કોરોના, એક્ટિવ કેસની સંખ્યા વધી 23,995 પર પહોચી

કોરોનાની બીજી લહેર ગુજરાત ઉપર ઘટ બની ને વરસી રહીછે. રાજ્યમાં સતત કોરોના કેસમાં વધારો નોધાઇ રહ્યો છે. ત્યારે મહાનગરોની હાલત અતિ ગંભીર બની છે. તેમાયે અમદાવાદતો બીજું વુહાન બનવા તરફ પ્રયાણ કરી રહ્યું હોય તેમ લાગે છે.  અહીં કોરોનાનો જ્વાળામુખી ફાટ્યો હોય તેવી હાલ છે. અમદાવાદમાં સતત કોરોના કેસમાં મોટો વધારો નોધાઇ રહ્યો છે.

અમદાવાદ શહેરમાં કોરોના જ પોતાના રેકોર્ડ તોડતો હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે.સતત બીજા દિવસે શહેરમાં કોરોનાએ રેકોર્ડ બ્રેક કરતા નવા ૪૬૩૧ કેસ નોંધાયા છે.વધુ ૨૩ લોકોનાં મોત થયા છે આ બધા વચ્ચે દુખની વાત એ છે કે હોસ્પીટલમાં જગ્યા નથી અને જગ્યા છે તો સગવડ નો અભાવ જોવા મળી રહ્યો છે. એક વાર હોસ્પીટલમાં જગ્યા મળેતો હાશકારો થાય પરંતુ હોસ્પીટલમાં ગયાબાદ કોઈ જેલમાં બંધ કરી દેવામાં આવે તો વધુ સારું . એવી લાગણી દર્દીઓ અનુભવી રહ્યા છે.

સરકારી હોસ્પીટલની બાહર દર્દીઓના સગા નો જમાવડો જોવા મળી રહ્યો છે.  પરંતુ લાખ પ્રયાસો છતાય તે તેમના સગાની સગળ મેળવી શક્તા નથી. કે કોઈ ચીજ વસ્તુ પણ અંદર પહોચાડી શકતા નથી. જેલમાં તો સમયાન્તરે કેદીને મુલાકાત પણ કરવા દેવામાં આવે છે. અહીં તો સગા મૃત્યુ પામે તો પણ ખબર નથી પડતી.

અમદાવાદમાં મંગળવારે કોરોનાના નવા ૪૬૩૧ કેસ નોધ્ય હતા. જે સાથે  અત્યાર સુધીમાં કુલ ૧૦૬૩૨૫ કેસ નોંધાય છે. મંગળવારે વધુ ૨૩ લોકોના મોત થતા અત્યાર સુધીમાં કુલ ૨૬૦૩ લોકોનાના મોત થયા છે. મંગળવારે ૮૭૬ લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા અત્યારસુધીમાં કુલ ૭૫૯૯૫ લોકો કોરોના મુકત થયા છે.

છાશવારે હોસ્પીટલમાં ફોટા પડાવવા દોડી જતા નેતાઓ પણ આ વખતે કોરોનાને લઇ હોસ્પિટલથી દુર ભાગી રહ્યા છે. દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવા માટે પણ વિવિધ હોસ્પીટલમાં ધક્કા ખાવા પડી રહ્યા છે. આમ છતાં મેયર, ડેપ્યુટી મેયર,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ,પક્ષનેતા કે દંડક કે અન્ય નેતાઓ ક્યાય પણ જોવા નથી મળી રહ્યા.  બહાર દેખાવાની વાત તો બાજુ પર રહી પરંતુ શહેરમાં કથળતી જતી પરિસ્થિતિ અંગે એક હરફ સુધ્ધા ઉચ્ચારવાની હિમ્મત પણ નથી કરી.

અમદાવાદમાં એપ્રિલમાં દૈનિક-એક્ટિવ કેસની સ્થિતિ

તારીખ    દૈનિક કેસ 

૧             ૬૨૬

૨             ૬૨૯

૩             ૬૫૬

૪             ૬૭૬

૫             ૭૮૭

૬             ૮૧૭

૭             ૮૨૩

૮             ૯૭૭

૯             ૧,૩૧૬

૧૦           ૧,૪૪૦

૧૧           ૧,૫૩૨

૧૨           ૧,૯૩૩

૧૩           ૨,૨૮૨

૧૪           ૨,૫૨૬

૧૫           ૨,૬૭૨

૧૬           ૨,૮૯૮

૧૭           ૩,૩૦૩

૧૮           ૩,૬૯૪

૧૯           ૪,૨૫૮

20           ૪૬૩૧