Not Set/ Video: કેન્સરગ્રસ્ત પતિ માટે પત્ની બની સાવિત્રી, ચાની કિટલી ખોલી જિંદગીની હારેલી બાજી જીતી

અમદાવાદ, કહેવાય છે કે જ્યારે કોઈ પણ મુશ્કેલી આવતી હોય છે ત્યારે તેમાં અડગ રહેતી હોય તો તે સ્ત્રી છે. આજના આધુનિક યુગના સાવિત્રિ એટલે કે શિલ્પાબેન પટેલ. શિલ્પાબેનના પતિને છેલ્લા ચાર વર્ષથી  કેન્સર સામે ઝઝૂમી રહ્યા છે. જ્યારે ઘરની પરિસ્થિતી મધ્યમ હોય અને તેમાં પણ એક જ વ્યક્તિ ઘરમાં કમાતો હોય. તે પણ પડી […]

Ahmedabad Top Stories Videos
mantavya 22 Video: કેન્સરગ્રસ્ત પતિ માટે પત્ની બની સાવિત્રી, ચાની કિટલી ખોલી જિંદગીની હારેલી બાજી જીતી

અમદાવાદ,

કહેવાય છે કે જ્યારે કોઈ પણ મુશ્કેલી આવતી હોય છે ત્યારે તેમાં અડગ રહેતી હોય તો તે સ્ત્રી છે. આજના આધુનિક યુગના સાવિત્રિ એટલે કે શિલ્પાબેન પટેલ.

શિલ્પાબેનના પતિને છેલ્લા ચાર વર્ષથી  કેન્સર સામે ઝઝૂમી રહ્યા છે. જ્યારે ઘરની પરિસ્થિતી મધ્યમ હોય અને તેમાં પણ એક જ વ્યક્તિ ઘરમાં કમાતો હોય. તે પણ પડી ભાંગે તો છેવટે ઘર ખેરવિખેર થઇ જાય છે. આવું કઇ મણિનગરના શિલ્પાબેન સાથે થયું. શિલ્પાબેનના પતિને છેલ્લા 4વર્ષથી ગળામાં કેન્સર થયુ હતું.

જેના કારણે ઘરમાં આવક બંધ થઈ ગઈ, તેઓ શારિરીક રીતે જ નહી પરંતું આર્થિક રીતે પણ પડી ભાગ્યા હતા અને સાથે કોલેજમાં ભણતી એક જ દીકરીને ભણાવવાની જવાબદારી પણ હતી.

શિલ્પાબેને હાર માન્યા વગર તેમને સૌરીનભાઈને સારવાર સિવિલ હોસ્પિટલમાં કરાવી.. અને તેમની તબિયતમાં સુધારો પણ આવ્યો. પરંતુ આ કેન્સરની સારવારને લઈને તેમને તેમની નોકરી ગુમાવી પડી. કેન્સરની સારવાર કરાવવમાં આ પરિવારે તેમની તમામ મૂડી ખર્ચ કરી નાખી હતી. પણ હિંમત નહિ હારેલા સૌરીનભાઈને તેમનો ટી સ્ટોલ ખોલ્યો અને તે સારો ચાલવા પણ લાગ્યો અને તેમનું ગુજરાન ચાલવા લાગ્યું. પરંતુ આ ખુશાલ પરીવારમાં ફરી આભ તૂટી પડ્યુ,  સૌરીન ભાઈના કેન્સરે ફરી ઉથલો લીધો છે અને તેમનું ગળાનું કેન્સર આંતરડા સુધી પહોંચ્યું છે

આથી હવે પરિવારે જણોએ  નિર્ણય લીધો કે  હવે  તેમને સિવિલ હોસ્પિટલના બદલે ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવે અને તેમને ખર્ચ વધારે હોવાથી તેમના પાસે કોઇ આવક કે મુડી પણ નથી. કે તેઓ ખાનગી હોસ્પિચલમાં સારવાર લઇ શકે. આ પરિસ્થિતીને જોતા શિલ્પાબેને ચાની કિટલી પર તેઓ પોતે ઉભા રહેવા લાગ્યા અને જે નફો થાય તેમાં પતિની સારવાર કરતા હતા.

એક તરફ શિલ્પા બેન ચા ની કીટલી ચલાવે અને બીજી તરફ સૌરીનભાઈ હોસ્પિટલમાં સારવાર કરાવે અને તેમની દીકરી કરીશ કોલેજમાં અભ્યાસ પણ કરે છે અને પિતાનું દેખરેખ પણ કરે.  સૌરીન ભાઈને એક માસમાં 6 દિવસ કીમોથેરાપી માટે જવાનું હોય છે. ત્યારે તેમની દીકરી તેમને સારવાર માટે લઈ જાય અને તેમને શિલ્પા બેન ચાની કીટલી ચલાવી પૈસા ભેગા કરી..

આ પટેલ પરિવાર આજે લોકોને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પડી રહ્યું છે. શિલ્પાબેન આ વિશે કહે છે કે મહેનત કરીને પૈસા કમાવવા અને ઘર ચલાવવુ તેમાં કોઈ જ નાનપ નથી. શિલ્પાબેન આવી સ્થિતિમાં પણ ઘરના બીજા પરિવાર કે કોઈનો સાથ લીધા વગર તેઓ પોતાના પતિ અને દીકરી માટે જી-જાનથી મહેનત કરી રહ્યા છે. આવી સ્ત્રીને સત સત નમન છે. જે આજના યુગમાં સાવિત્રીથી ઓછી તો નથી.