ahmedavad/ નોબલનગરમાં દુષ્કર્મનો બનાવ, સેનાના જવાન વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ

અમીત અને યુવતી બન્ને કુટુંબીજનો છે.. પાંચ વર્ષ પહેલા બન્ને વચ્ચે પ્રેમસંબંઘ શરૂ થયો હતો. યુવતી સગીર હોવાથી અમીતે 18 વર્ષ પુર્ણ થશે પછી લગ્ન કરવાનુ આશ્વાસન આપ્યુ હતુ.

Ahmedabad Gujarat
a 283 નોબલનગરમાં દુષ્કર્મનો બનાવ, સેનાના જવાન વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ 

અમદાવાદમા નોબલનગરમા રહેતી યુવતીએ સેનાના જવાન વિરૂધ્ધ દુષ્કર્મનો આક્ષેપ કરીને ફરિયાદ નોંધાવી છે, ઘટનાની વાત કરીએ તો નોબલગનરમા રહેતા અને લદાખ ખાતે આર્મીના ફરજ બજાવતા અમીત મકવાણા પર એક યુવતીએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમા  દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. યુવતીએ આક્ષેપ કર્યો છે કે અમીતે પ્રેમમાં ફસાવી લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધી દિધા બાદ તેને તરછોડી દીધી હતી. યુવતીએ NGOના મારફતે અમીત અને તેના પરિવારજનો સામે બળાત્કાર, મારપીટ અને ગોંધી રાખવાનો આરોપ લગાવ્યો છે.

અમીત અને યુવતી બન્ને કુટુંબીજનો છે. પાંચ વર્ષ પહેલા બન્ને વચ્ચે પ્રેમસંબંઘ શરૂ થયો હતો. યુવતી સગીર હોવાથી અમીતે 18 વર્ષ પુર્ણ થશે પછી લગ્ન કરવાનુ આશ્વાસન આપ્યુ હતુ.યુવતીએ લગ્નના વિશ્વાસમા અમીત સાથે હિમંતનગર ફરવા ગઈ હતી. ત્યારે અમીતે દુષ્કર્મ આચર્યુ હોવાનો આરોપ યુવતીએ લગાવ્યો હતો.એટલુ જ નહિ અમિતે લગ્નની લાલચ આપી અવાર નવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા.જોકે યુવતીના પરિવારે લગ્નની સંમતિ આપી પરંતુ અમિત અને તેના પરિવારજનોએ ના પાડી દીધી હતી. બાદમાં કોર્ટમાં મેરેજ કરવાનું નક્કી કર્યું હતું. કોર્ટમાં મેરેજ વગર અમિતના પરિવારજનો પીડિતાને સાથે ઘરે લઇ ગયા હતા. જયા અમીતે યુવતીનુ શારિરીક શોષણ કરીને તેને તરછોડીને લેહ-લદાખ ફરજ પર જતો રહયો હતો.

પ્રેમ, લગ્ન અને દુષ્કર્મના આરોપને લઈને એરપોર્ટ પોલીસે ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત લદાખમા આર્મીના અધિકારીઓનો સંપર્ક કરીને આરોપી અમીતની પુછપરછને લઈને કાર્યવાહી શરૂ કરી છે.

સમગ્ર દેશ શીતલહેરના સપાટા, આબુમાં પારો માઇનસ 1 ડિગ્રી સુધી પહોંચ્યો

બારડોલીમાંથી કેનાલમાંથી યુવતીનો મળ્યો મૃતદેહ, મૃત્યુનું કારણ હજી અકબંધ

વડોદરામાં લવ જેહાદનો કિસ્સો આવ્યો સામે, જાણો શું છે આ સમગ્ર મામલો

મોરબી રવાપર ગ્રામપંચાયતની મિટિંગમાં ગયેલા લોકોને કઢાયા બહાર, આ છે મુખ્ય કારણ

દારૂનું કટીંગ કર્યાની શંકાથી પોલીસે યુવાનને ઢોર માર મર્યાનો આક્ષેપ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…