Penalty/ ટ્રાફિક નિયમોનું અમદાવાદીઓએ ન્હાઇ લીધું, 133 કરોડના મેમો હજુ પણ ભરવાના બાકી

ટ્રાફિક નિયમોનું અમદાવાદીઓએ ન્હાઇ લીધું, 133 કરોડના મેમો હજુ પણ ભરવાના બાકી

Top Stories Ahmedabad Gujarat
આધાર 7 11 ટ્રાફિક નિયમોનું અમદાવાદીઓએ ન્હાઇ લીધું, 133 કરોડના મેમો હજુ પણ ભરવાના બાકી

ટ્રાફિક નિયમ અને અમદાવાદીઓને જાણે 36નો આંકડો હોય તેવું લાગે છે. ટ્રાફિક નિયમો તોડી તોડીને 133 કરોડનું દેવું અમદાવાદીઓએ કરી નાખ્યું છે. હવે જરા વિચાર કરો કે અમદાવાદીઓ કુલ કેટલા રૂપિયા સુધીના ટ્રાફિક નિયમો તોડ્યા છે.

  • ટ્રાફિક નિયમ સાથે 36નો આંકડો
  • કુલ 176 કરોડ રૂપિયાના ટ્રાફિક મેમો ઇશ્યુ થયા
  • હજુ પણ 133 કરોડ અમદાવાદીઓના માથે દેવું
  • 133 કરોડના મેમો હજુ પણ ભરવાના બાકી
  • છેલ્લા પાંચ વર્ષમાં 60 લાખ મેમો ઇશ્યુ કરાયા

શહેરમાં જ્યારથી ટ્રાફિક પોઇન્ટ્સ પર સીસીટીવી લગાવાયા છે ત્યારથી લોકો ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરી રહ્યા છે.  જોકે હજુ પણ કેટલાક એવા પણ છે જેઓ સતત ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં 60 લાખ ટ્રાફિક ઇ- મેમો ઇશ્યુ કરાયા છે. જેમાં  નાગરિકોને 176 કરોડનો દંડ પણ કરવામાં આવ્યો છે. હવે નાગરિકોએ 43 કરોડના મેમો ભરાઇ ચૂક્યા છે.

2nd day of Motor vehicle Act: Rs 28 lakh fine recovered, 4595 challans issued in Ahmedabad

  • સૌથી વધુ સ્ટોપલાઇન પર મેમો ઇશ્યુ કરાયા
  • 126 કરોડ રૂપિયાના સ્ટોપલાઇન ભંગના મેમો ફટકાર્યા
  • 126માંથી માત્ર 28 કરોડના મેમો ભરવામાં આવ્યા

અમદાવાદ ટ્રાફિક પોલીસે અત્યાર સુધીમાં સ્ટોપલાઇન ભંગ કર્યાના 126 કરોડ રૂપિયાના મેમો ઇશ્યુ કર્યા છે. જેમાંથી નાગરિકોએ માત્ર 28 કરોડ રૂપિયા દંડ સ્વરૂપે ભરી દીધા છે. સ્ટોપલાઇન પર ઉભા ન રહેવું તે અમદાવાદી વાહન ચાલકોની એક ગંભીર બેદરકારી છતી કરે છે.

Ahmedabad: 500 new cams to ensure you're wearing a helmet

  • હેલ્મેટ નહીં પહેરવાના 15 લાખ મેમો અને 30 કરોડનો દંડ
  • નો પાર્કિંગના94 લાખ મેમો અને 4 કરોડ દંડ
  • રોંગસાઇડ વાહન હંકારવાના 31 હજાર મેમો, 2.94 કરોડ દંડ
  • ડ્રાઇવિંગ વખતે મોબાઇલનો ઉપયોગ, 13 હજાર મેમો, 1.38 કરોડ દંડ

અમદાવાદી નાગરિકોએ સૌથી વધારે સ્ટોપલાઇન ભંગનો નિયમ વધારે પ્રમાણમાં તોડયો છે પરંતુ સાથે સાથે હેલ્મેટ ન પહેરવું, નોપાર્કિંગમાં વાહન, રોંગસાઇડ વાહન હંકારવું તથા ડ્રાઇવિંગ વખતે મોબાઇલનો ઉપયોગ કરવો તેવા નિયમો પણ મોટા પ્રમાણમાં તોડ્યા છે. અમદાવાદ પોલીસે ટ્રાફિક નિયમોનું યોગ્ય પાલન થાય તે માટે કંટ્રોલ રૂમ ઉભો કર્યો છે અને ત્યાંથી જ સમગ્ર શહેરની ટ્રાફિક ગતિવિધિ પર ધ્યાન અપાઇને દરેક વાહનચાલકને મેમો ઇશ્યુ કરવામાં આવે છે.