Not Set/ અમદાવાદ: બોપલમાં પાણી બાબતે આધેડને લાકડી વડે ફટકાર્યો

અમદાવાદ, અમદાવાદના બોપલમાં આધેડને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ આ ઘટના છે. બોપલના હરિઓમ બંગ્લોઝની કે જ્યાં પાણી બાબતે એક વ્યક્તિ દ્વારા આડેધને માર મારવામાં આવ્યો હતો. દ્રશ્યોમાં તમે જોઇ શકો છે કે આ વ્યક્તિ કેટલી ક્રૂર રીતે આ આધેડને માર મારી રહ્યો છે. નાની એવી લાકડી આ વ્યક્તિના હાથમાં […]

Gujarat
bopal અમદાવાદ: બોપલમાં પાણી બાબતે આધેડને લાકડી વડે ફટકાર્યો

અમદાવાદ,

અમદાવાદના બોપલમાં આધેડને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ આ ઘટના છે. બોપલના હરિઓમ બંગ્લોઝની કે જ્યાં પાણી બાબતે એક વ્યક્તિ દ્વારા આડેધને માર મારવામાં આવ્યો હતો.

દ્રશ્યોમાં તમે જોઇ શકો છે કે આ વ્યક્તિ કેટલી ક્રૂર રીતે આ આધેડને માર મારી રહ્યો છે. નાની એવી લાકડી આ વ્યક્તિના હાથમાં છે અને આડેધને હાથમાં ત્રણથી ચાર વાર હાથમાં લાકડીના ફટકા મારે છે.

જો કે ઘટના સ્થળ પાસેથી એક -બે વ્યક્તિ પસાર થઇ રહ્યા છે પરંતુ કોઇ બચાવવાનો પણ પ્રયાસ નથી કરી રહ્યું. ત્યારે હવે હાલ તો પોલીસ દ્વારા આ આરોપી વિરુદ્ઘ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ આરોપીનું નામ રામચંદ્ર હોવાનું બહાર આવ્યું છે.