Not Set/ ઓઢવના જર્જરીત આવાસના પિડીતોનો ચક્કાજામ, પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ઘર્ષણ

અમદાવાદ ઓઢવના ગુરૂદ્વારા પાસે આવેલા આવાસો ધરાશાયી થયા બાદ એએમસી દ્વારા આવાસો ખાલી કરાવાયા છે. આવાસો ખાલી કરાવાતા આવાસમાં રહેતા પરિવારો ઘરનુ ઘર હોવા છતા બેધર બન્યા છે. ત્યારે બેઘર બનેલા લોકોએ ઓઢવ વિસ્તારમાં આવેલા ગુરૂદ્વારા રોડ પર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. આ વિરોઘ પ્રદર્શનને કોંગ્રેસે ટેકો આપ્યો હતો. મોટા પ્રમાણમાં હોબાળો થતા […]

Ahmedabad Top Stories
ahmedabad 28 ઓઢવના જર્જરીત આવાસના પિડીતોનો ચક્કાજામ, પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ઘર્ષણ

અમદાવાદ

ઓઢવના ગુરૂદ્વારા પાસે આવેલા આવાસો ધરાશાયી થયા બાદ એએમસી દ્વારા આવાસો ખાલી કરાવાયા છે. આવાસો ખાલી કરાવાતા આવાસમાં રહેતા પરિવારો ઘરનુ ઘર હોવા છતા બેધર બન્યા છે.

ત્યારે બેઘર બનેલા લોકોએ ઓઢવ વિસ્તારમાં આવેલા ગુરૂદ્વારા રોડ પર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. આ વિરોઘ પ્રદર્શનને કોંગ્રેસે ટેકો આપ્યો હતો.

ahmedabad 29 ઓઢવના જર્જરીત આવાસના પિડીતોનો ચક્કાજામ, પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ઘર્ષણ

મોટા પ્રમાણમાં હોબાળો થતા અન્ય સ્થાનિક લોકો અને વાહન ચાલકો મુશકેલીમાં ન મુકાય તેથી ચક્કાજામ હટાવાની કામગીરી કરી હતી. પોલસે હળવો લાઠી ચાર્જ કર્યો હતો. પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાતા અંતે પોલીસે કોંગી કાર્યકરોની અટકાયત કર હતી.

નોટીસ પાઠવ્યા બાદ પણ રહેવાસીઓ બિલ્ડીંગમાં દાખલ થયા હતા અને આ ઘટના બની છે : મ્યુ. કમિશનર

ગત રવિવારના રોજ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું, “આ ચાર માળી બિલ્ડીંગના બે બ્લોકમાં કુલ ૩૨ મકાનો છે.  આ બિલ્ડીંગ જર્જરિત હોવાની માહિતી મળ્યા બાદ રહેવાસીઓને AMC દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી. ત્યારબાદ પણ મકાન ખાલી નહિ કરાતા શનિવારે અધિકારીઓ તેમજ પોલીસના કાફલા સાથે મકાન ખાલી કરાવી દેવાયા હતા,

દિનેશ શર્માએ તંત્ર પર લગાવ્યા ઘોર બેદરકારીના આરોપ

જો કે અમદવાદા મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા દિનેશ શર્માએ મંતવ્ય ન્યુઝ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, “તંત્રની ઘોર બેદરકારીના કારણે આ પ્રકારની ઘટના બની છે. આ માટે કોર્પોરેશન અને સત્તારૂઢ પાર્ટીભાજપના શાસકો જવાબદાર છે”.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ બિલ્ડીંગને ખાલી કરવા માટે રવિવાર સવારે જ નોટીસ તંત્ર દ્વારા આપવામાં આવી હતી, પરંતુ કોર્પોરેશન દ્વારા ત્યાના રહેવાસીઓ માટે કોઈ વૈકલ્પિક સુવિધા ઉભી કરવામાં આવી ન હતી, ત્યારે આ પ્રકારની ઘટના બની છે”.