Ahmedabad-Murder/ યુપી સુધર્યુઃ અમદાવાદ બગડ્યુ, એક જ દિવસમાં હત્યાના ત્રણ બનાવ

અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં ત્રણ હત્યાના પગલે સનસનાટી મચી ગઈ છે. તેમા એક હત્યામાં તો શહેરમાં જાહેરમાં છરીના ઘા મારીને યુવકની હત્યા કરવામાં આવી હતી. જ્યારે બીજી હત્યા રિવરફ્રન્ટ પર ફાયરિંગ કરીને કરવામાં આવી હતી.

Top Stories Ahmedabad Gujarat
Murder Ahmedabad યુપી સુધર્યુઃ અમદાવાદ બગડ્યુ, એક જ દિવસમાં હત્યાના ત્રણ બનાવ

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં ત્રણ હત્યાના પગલે સનસનાટી મચી ગઈ છે. તેમા એક હત્યામાં તો શહેરમાં જાહેરમાં છરીના ઘા મારીને યુવકની હત્યા કરવામાં આવી હતી. જ્યારે બીજી હત્યા રિવરફ્રન્ટ પર ફાયરિંગ કરીને કરવામાં આવી હતી. આના પગલે સમગ્ર શેરમાં સન્નાટો છવાઈ ગયો છે.

જાહેરમાં છરી મારીને હત્યા શાહપુર પોલીસ સ્ટેશનની હદમાં કરવામાં આવી હતી. શહેરના મિર્ઝાપુર કુરેશ હોલ પાસે અંગત અદાવતમાં યુવકની હત્યા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. 24થી 25 વર્ષીય બિલાલનું અંગત અદાવતમાં મર્ડર થયું હોવાનું સામે આવ્યું છે. આ દર્શાવે છે કે અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. લોકો નાની-નાની વાતમાં વાત કરવાના બદલે મર્ડર કરી રહ્યા છે.

આ ઉપરાંત બીજી હત્યામાં રિવરફ્રન્ટ પર ફાયરિંગ કરને મર્ડર કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં ઘાટલોડિયામાં સ્મિત ગોહિલ નામના યુવાનની હત્યા થઈ છે. હાલ મૃતકની ડેડ બોડીને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે.

હત્યાની બંને ઘટનાના પગલે અમદાવાદ પોલીસની વિવિધ ટીમ સક્રિય થઈ ગઈ છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસમાં લાગેલી છે. આ યુવાનની હત્યા મોડી રાત્રે કે વહેલી સવારે થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ બંને હત્યા અંગત અદાવતમાં બની હોવાનું સામે આવ્યું છે. હાલ આ હત્યા અંગે તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત અન્ય એક હત્યા વટવામાં થઈ હતી. મહિલાની હત્યા કરવામાં આવી હતી. આ બનાવમાં મહિલાના પાડોશીએ જ તેની હત્યા કરી હતી. આના પગલે વટવા વિસ્તારને આંચકો લાગ્યો છે. મહિલાની પાડોશી સાથેના ઝગડામાં હત્યા થઈ છે. મુસ્કાન, સાહિલ અને શહઝાદ નામના આરોપીએ આ હત્યા કરી છે. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

આ ઉપરાંત શહેરમાં નવરાત્રિ દરમિયાન પણ હત્યાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ચાંખેડા વિસ્તારમાં નવરાત્રિની રાત્રે મળી આવેલી યુવકની લાશનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો હતો. આ કેસમાં એક ઘરઘાટી યુવકની ધરપકડ કરવામાં આવી છે. ઘરઘાટી યુવકે સજાતીય સંબંધોને લઈને મિત્રની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. તેના પછી આજે ફરી બે મૃતદેહ મળતા સનસનાટી મચી ગઈ છે. અમદાવાદ શહેર પણ જાણે સુરત અને રાજકોટના માર્ગે જઈ રહ્યું છે તેમ લાગી રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 યુપી સુધર્યુઃ અમદાવાદ બગડ્યુ, એક જ દિવસમાં હત્યાના ત્રણ બનાવ


આ પણ વાંચોઃ Hacking/ વિપક્ષી નેતાઓનો મોટો આરોપ,”કેન્દ્ર સરકાર અમારો ફોન હેક કરી રહી છે”

આ પણ વાંચોઃ Data Leakage/ 81 કરોડ ભારતીયોનો પર્સનલ ડેટા ડાર્ક વેબ પર લીક

આ પણ વાંચોઃ Modi-SOU/ સ્ટેચ્યુ ઓફ યુનિટીઃ 1.5 કરોડથી વધુ લોકો લઈ ચૂક્યા છે મુલાકાત