Fire/ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આગ, કોઈ જાનહાનિ નહીં

અમદાવાદમાં અસારવા સિવિલ હોસ્પિટલમાં કેન્સર વિભાગમાં……

Top Stories Ahmedabad Gujarat Breaking News
Image 2024 05 30T113201.211 અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આગ, કોઈ જાનહાનિ નહીં

Ahmedabad: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ છે. માહિતી મુજબ હોસ્પિટલના 5મા માળે A.C.ના કોમ્પ્રેશરમાં આગ લાગ્યાનું જાણવા મળતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ કાબૂમાં આવી ગઈ હોવાનું જાણવા મળ્યું છે.

અમદાવાદમાં અસારવા સિવિલ હોસ્પિટલમાં ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ અમદાવાદના બિલ્ડીંગ ૧-સી ના ટેરેસ પર આવેલ એ.એચ.યુ.ની હિટર કોઈલ(એ.સી.ના કોમ્પ્રેશર)માં શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવી રહ્યું છે. માહિતી મુજબ કોમ્પ્રેશર ઓટો મોડમાં હોય છે અને હ્યુમિડીટી વધઘટ સાથે ઓન-ઓફ થતી હોય છે. હ્યુમિડીટી વધી જતાં હિટર કોઈલ કામ કરતી બંધ થતાં તેના લીધે કોઈલની દુર્ગંધ આવી હતી.

આથી હોસ્પિટલ ટીમ તરત જ ફોલ્ટનું નિદાન કરી, ફોલ્ટનું નિવારણ કરવામાં આવ્યું હતું. ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ વધુ ફેલાય તે પહેલાં જ આગ કાબૂમાં આવી જતાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી.


 



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પાલનપુરમાં કારમાં પુરાઈ જતાં 5 વર્ષના બાળકનું થયું મોત

આ પણ વાંચો: ભરૂચમાં કામદારો માટેની ESIC હોસ્પિટલ બંધ કરવામાં આવી, શું છે મામલો?

આ પણ વાંચો: રાજ્યમાં આગામી 3 દિવસ વંટોળની શક્યતા, ગરમીથી થશે રાહત!

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડને લઈ તપાસ તેજ, DGP અધિકારીઓની પૂછપરછ કરશે