Ahmedabad/ કોંગ્રેસ પ્રમુખ ચાવડાએ દિનેશ શર્માનું રાજીનામું સ્વીકાર્યુ

દિનેશ શર્માએ ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પોતાનું રાજીનામું સુપ્રત કર્યું છે. અને અમિત ચાવડા એ રાજીનામું સ્વીકાર પણ કર્યું છે.

Top Stories Ahmedabad Gujarat
popular 4 કોંગ્રેસ પ્રમુખ ચાવડાએ દિનેશ શર્માનું રાજીનામું સ્વીકાર્યુ
  • દિનેશ શર્માનાં સમર્થકો લડી લેવાનાં મૂડમાં
  • પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ચાવડાએ શર્માનું સ્વીકાર્યુ રાજીનામુ
  • આગામી સમયમાં વિપક્ષ નેતા મુદ્દે કરાશે મહત્વની ચર્ચા
  • મોટા પ્રમાણમાં ભીડ એકઠી થતાં પોલીસે ટોળા વિખેર્યા
  • હવે આગામી સમયમાં નવા વિપક્ષનાં નેતા કોણ? તેની ચર્ચા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા દિનેશ શર્માએ ગઈકાલે સોમવારે પોતાના પદ ઉપરથી આંતરિક કારણોને લઈને રાજીનામું આપી દીધું છે. જેના કારણે શહેરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જોકે. મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીઓ પહેલાં જ કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ જામતાં ભાજપને મોસાળમાં મા પીરસે જેવો ઘાટ સર્જાય તો નવાઈ નહી.

વિપક્ષ નેતા દિનેશ શર્માના રાજીનામાં ને લઇ ને કોંગ્રેસમાં કકળાટ વધ્યો છે. દિનેશ શર્માના સમર્થકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ ચૂંટણી સુધી બીજા કોને સુકાન સોપવું તે પણ એક મોટો ગૂંચવાડો ઉભો કરે છે. વિપક્ષી નેતાની મુદત આવતા મહિને પૂરી થાય છે,

નોધનીય છે કે, દિનેશ શર્માના સમર્થકો મોટી સંખ્યામાં કોંગ્રેસ ભવન ખાતે પહોચ્યા હતા. અને માથે મુંડ કરવી વિરોધ પ્રદર્શિત કરવાનો કાર્યક્રમ રાખ્યો હતો. પરંતુ તેઓ કોઈ કાર્યક્રમ શરુ કરે તે પહેલા જ પોલીસ ત્યાં પહોચી ગઈ  હતી. અને ટોળાને વિખેરી નાખ્યા હતા.

દિનેશ શર્માએ ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પોતાનું રાજીનામું સુપ્રત કર્યું છે. અને અમિત ચાવડા એ રાજીનામું સ્વીકાર પણ કર્યું છે.