Not Set/ શું અમદાવાદ ગુજરાતનું વુહાન બનશે ? 5000થી વધુ નવા કેસ નોધાતા હાહાકાર

અમદાવાદમાં સતત કોરોના કેસમાં મોટો વધારો નોધાઇ રહ્યો છે. જનતા હોય કે, સત્તાપક્ષ કે પછી હોય વિપક્ષ કે પછી  આરોગ્ય કર્મચારી તમામ કોરોના સામે લાચાર બની ગયા છે.  

Top Stories Ahmedabad Gujarat
corona 2 શું અમદાવાદ ગુજરાતનું વુહાન બનશે ? 5000થી વધુ નવા કેસ નોધાતા હાહાકાર

કોરોનાની બીજી લહેર ગુજરાત ઉપર કાળો કહેર વરસાવી રહી છે. રાજ્યમાં સતત કોરોના કેસમાં સતત વધારો નોધાઇ રહ્યો છે. ત્યારે મહાનગરોની હાલત અતિ ગંભીર બની છે. તેમાયે અમદાવાદ તો બીજું વુહાન બનવા તરફ પ્રયાણ કરી ચુક્યું છે. ગુજરાતમાં અમદાવાદ હવે કોરોનાનું એપી સેન્ટર બની ગયું છે. આખું ગુજરાત એક બાજુ અને અમદાવાદ એક બાજુ હોય તેમ અધધધ કેસ અમદાવાદમાં નોધાઇ રહ્યા છે.  અહીં કોરોનાનો જ્વાળામુખી ફાટ્યો એ શબ્દ પણ હવે અમદાવાદ માટે નાના પડી રહ્યા છે.

અમદાવાદમાં સતત કોરોના કેસમાં મોટો વધારો નોધાઇ રહ્યો છે. જનતા હોય કે, સત્તાપક્ષ કે પછી હોય વિપક્ષ કે પછી  આરોગ્ય કર્મચારી તમામ કોરોના સામે લાચાર બની ગયા છે.  

અમદાવાદ શહેરમાં કોરોના જ પોતાના રેકોર્ડ તોડતો હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. સરકારી હોય કે ખાનગી હોસ્પીટલની બાહર દર્દીઓના સગા નો જમાવડો જોવા મળી રહ્યો છે.

સવાર પડે અને અમદાવાદ શહેરમાં લોકો કોરોના ટેસ્ટિંગ માટે ડોમ શોધવા નીકળી પડે છે ડોમ શોધ્યા બાદ ટેસ્ટિંગ માટે કલાકો લાંબી લાઈનમાં ઉભુ રહેવાનું જો પોઝિટિવ આવ્યા તો સારવાર માટે હોસ્પિટલ શોધવાની રામાયણ શરૂ થઈ જાય છે જો ભૂલથી હોસ્પિટલમાં જગ્યા મળી તો કોરોના ની સારવારમાં વપરાતી દવા અને જરૂર ઇન્જેક્શન માટે પરિવારજનો શોધખોળ હાથ ધરે છે અને જો બધું સમુંસૂતરું પાર ઉતરે તો છેલ્લે વેન્ટીલેટર કે ઓક્સિજનની મહા મગજમારી તો ખરી જ.

અમદાવાદમાં એપ્રિલ મહિનો ઘાત બનીને આવ્યો છે એપ્રિલ મહિનામાં અમદાવાદમાં સતત કોરોના કેસમાં મોટો વધારો જોવા મળ્યો છે અમદાવાદ જાણે કે સિધુ વુહાન કે અમેરિકા સાથે સરખામણી માં ઊતર્યું હોય તેવો ઘાટ સર્જાયો છે અમદાવાદમાં કોરો ના રોજ નવા વિક્રમ સ્થાપી રહ્યું છે રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદમાં આજે પાંચ હજાર કરતાં પણ વધુ નવા કેસ સામે આવ્યા છે

અમદાવાદ ની અંદર એક્ટિવ કેસનો આંખ સતત વધી રહ્યો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદમાં આજે 23 વ્યક્તિઓના મોત થયા છે. જ્યારે 976 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે જોકે કોરોના ની વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ હાલમાં અમદાવાદમાં રસીકરણ ચાલુ છે. જે અનુસાર અમદાવાદ કોર્પોરેશન વિભાગમાં આજરોજ 14,500 નવ લોકોને રસી આપવામાં આવી હતી.

જો ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આજે ૮૪ નવા કેસ સામે આવ્યા છે. એક વ્યક્તિનું મોત થયું છે. તો સાથે 63 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તો 5478 લોકોને રસી આપવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં સતત વધતા જતા કોરોના કેસ ને લઇ જુદા જુદા વિસ્તારોમાં સ્વયંભૂ લોક ડાઉન જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. મોટાભાગના વિસ્તારોમાં બપોર પછી બજારો બંધ જોવા મળી રહ્યા છે. તો સરકાર દ્વારા પણ અમદાવાદ ખાતે કોરોના સંક્રમણ ને ડામવા માટે ડ્રાઈવ થ્રુ  કોરોના ટેસ્ટનું વિવિધ સ્થળે આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદમાં વધતા જતાં કોરોના સંકટને પગલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. જેઓ આવતીકાલે અમદાવાદ ખાતે જીએમડીસી ગ્રાઉન્ડમાં ઓફિસ સેન્ટર નું ઉદઘાટન પણ કરવાના છે.

અમદાવાદમાં વરસથી કોરોના ની પરિસ્થિતિ ને લઇ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પણ સરકાર ઉપર  તંજ  કરતું ટ્વીટ કર્યું  છે તેમણે પણ પોતાના ટ્વિટમાં કહ્યું છે કે ‘બહુ સાચી વાત છે પરિસ્થિતિ બહુ જ ગંભીર છે અમદાવાદમાં સરકારી કે ખાનગી કોઈ હોસ્પિટલ માં જગ્યા જ નથી ઓક્સિજન નથી શિબિર પણ નથી દવા નથી માટે ટિકિટ નથી તો સ્મશાનમાં પણ લાંબી લાઈનો છે અને સરકાર સબ સલામતના દાવા કરે છે.’

 

અમદાવાદમાં એપ્રિલમાં દૈનિક-એક્ટિવ કેસની સ્થિતિ

તારીખ દૈનિક કેસ

૧-૬૨૬

૨ -૬૨૯

૩ -૬૫૬

૪ -૬૭૬

૫ -૭૮૭

૬ -૮૧૭

૭ -૮૨૩

૮ -૯૭૭

૯ -૧,૩૧૬

૧૦ -૧,૪૪૦

૧૧ -૧,૫૩૨

૧૨ -૧,૯૩૩

૧૩ -૨,૨૮૨

૧૪ -૨,૫૨૬

૧૫ -૨,૬૭૨

૧૬ -૨,૮૯૮

૧૭ -૩,૩૦૩

૧૮ -૩,૬૯૪

૧૯ -૪,૨૫૮

૨૦ -૪૬૩૧

૨૧ -૪૮૨૧
૨૨ -૫૧૪૨