અમદાવાદના દાણીલીમડા ખાતે રહેતા શહેજાદ ખાન પઠાણ ને નામદાર કોર્ટે પાંચ કલાકના શરતી જામીન મંજૂર કર્યા હતા. જેના આધારે તેને કોર્પોરેશન બોર્ડની બેઠકમાં હાજર રહેવા માટે જેલમાંથી પાંચ કલાક માટે મુક્ત કરવામાં વ્યો છે.
નોંધનીય છે કે CAA અને NRC અરે પણ શું થયું વિરોધના મુદ્દે નિકળેલી રેલી બાદ તોફાનો ફાટી નીકળ્યા હતા અને તેમાં પોલીસ અધિકારીઓ ઉપર પણ હુમલો કરી તેને ઘાયલ કરવામાં આવ્યા હતા. આ તમામ રમખાણોમાં શહેજાદ પઠાણ નું નામ બહાર આવતા પોલીસે તેની ધરપકડ કરી કોર્ટના આદેશ મુજબ જેલ હવાલે કર્યો હતો.
કોર્પોરેશનની બોર્ડની બેઠક માટે સભ્ય હોવાથી જો તે સતત ત્રણ વખત બોર્ડની બેઠકમાં હાજર ન રહે તો તેનું સભ્યપદ રદ થઈ જાય તેવી જોગવાઈ હોવા થી કોર્ટમાં શહેજાદ ખાને વચગાળાના જામીનની માંગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે કોર્પોરેટર શહેઝાદખાન પઠાણ પોલીસ જાપ્તા કોર્પોરેશન પહોચ્યાં હતા. અને AMC ની સામાન્ય સભામાં હાજરી આપી હતી.
અમદાવાદ મનપાની સામાન્ય સભામાં હોબાળો
આજ રોજ મળેલી AMC ની સામાન્ય સભામાં ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરો આમને સામને આવ્યા અહાતા. અને હોબાળો મચાવ્યો હતો. અને મેયર અને મનપા કમિ.એ સભામાંથી વોકઆઉટ કર્યું હતું. જેને લઈને સામાન્ય સભા બરખાસ્ત કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
