Pakistani spy arrested/ પાક.ઇન્ટેલિજન્સ એજન્સી સાથે સંકળાયેલ શખ્સની અમદાવાદના કોટ વિસ્તારમાંથી ધરપકડ

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે શહેરના કોટ વિસ્તારમાંથી પાકિસ્તાન એજન્સી સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડ કરી છે.  તેમજ તેની પાસેથી સિમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હોવાનુ સામે આવ્યું છે

Top Stories Ahmedabad Gujarat
સ૧ 1 પાક.ઇન્ટેલિજન્સ એજન્સી સાથે સંકળાયેલ શખ્સની અમદાવાદના કોટ વિસ્તારમાંથી ધરપકડ
  • અમદાવાદ ક્રાઇમબ્રાંચની મોટી કાર્યવાહી
  • અમદાવાદના કોટવિસ્તારમાંથી શખ્સની ધરપકડ
  • પાક.ઇન્ટેલિજન્સ એજન્સી સાથે સંકળાયેલ હતો શખ્સ
  • અબ્દુલ વહાબ નામના આરોપીને પોલીસે ઝડપ્યો
  • પાકિસ્તાનમાં સીમકાર્ડ મોકલતો હોવાની માહિતી

અમદાવાદ ક્રાઇમ બ્રાંચએ પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી છે. અમદાવાદ શહેરના કોટ વિસ્આતારમાંથી આ પાકિસ્તાની જાસુસ ની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ  ક્રાઇમ બ્રાંચે આ જાસૂસની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ ક્રાઇમ બ્રાંચે શહેરના કોટ વિસ્તારમાંથી પાકિસ્તાન એજન્સી સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડ કરી છે.  તેમજ તેની પાસેથી સિમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હોવાનુ સામે આવ્યું છે. હાલ પોલીસે પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી કઈ કઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે તે અંગે પૂછપરછ હાથ ધરી છે.

પ્રાથમિક માહિતી મુજબ અમદાવાદ ક્રાઇમ બ્રાંચને છેલ્લા કેટલાક દિવસમાં બાતમી મળી હતી કે શહેરના કોટ વિસ્તારમાંથી એક વ્યક્તિ પાકિસ્તાની એજન્સીને કોઇને કોઇ રીતે અહીંથી માહિતી પહોંચાડતો હતો.અથવા કોઇને કોઇ રીતે પાકિસ્તાન એજન્સીને મદદ કરી રહ્યો છે. આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચે તેના પર વોચ ગોઠવી હતી અને હવે ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાંચ સુત્રોના જણાવ્યા અનુસાર પકડાયેલ આ વ્યક્તિ ભારતીય સીમ કાર્ડ પાકિસ્તાન પહોંચાડતો હતો. ત્યારે પાકિસ્તાની એજન્સીઓ આ સીમ કાર્ડમાં ભારતમાં જાસૂસી કરવા માટે ઉપયોગ કરતી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આમ તો ભારતીય સીમ કાર્ડ નેટવર્કના હિસાબે જોઇએ તો પાકિસ્તાનમાં કામ આવતા નથી. પરંતુ ગુજરાત અને પાકિસ્તાનની લેન્ડ બોર્ડર છે તેના નજીકના કેટલાક ગામડા છે પાકિસ્તાન તરફના ત્યાંથી ક્યારેક પાકિસ્તાનમાં નેટવર્ક પકડાતુ હોય છે. જેથી આ પાકિસ્તાની એજન્સીઓ તેનો દૂરઉપયોગ કરી શકે છે.