Ahmedabad/ અમદાવાદની શાળાઓમાં સરપ્રાઇઝ ચેકિંગ,ફાયર સેફ્ટીની ખામીઓ આવી સામે: વિદ્યાર્થીઓના જીવ જોખમ

અમદાવાદ DEO અને ફાયર વિભાગ દ્વારા આજે સવારથી જ અમદાવાદની સ્કૂલોમાં સરપ્રાઇઝ ચેકિંગ  હાથ ધર્યું હતું.

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 2024 06 08T175113.432 અમદાવાદની શાળાઓમાં સરપ્રાઇઝ ચેકિંગ,ફાયર સેફ્ટીની ખામીઓ આવી સામે: વિદ્યાર્થીઓના જીવ જોખમ

Ahmedabad News: રાજ્યમાં અગ્નિકાંડની ઘટના બાદ રાજ્યભરની શાળાઓમાં ફાયર સેફ્ટી મુદ્દે તંત્ર એક્શન મોડમાં અવી ગયું છે. સમગ્ર રાજ્યને હચમચાવી દેનારા અને 27 થી વધુ જિંદગીનો ભોગ લેનારી રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ ફાયર સેફ્ટીને લઈને કોઈપણ પ્રકારની બાંધછોડ કરવાના મતમાં સરકાર નથી. આથી જ અમદાવાદ DEO અને ફાયર વિભાગ દ્વારા આજે સવારથી જ અમદાવાદની સ્કૂલોમાં સરપ્રાઇઝ ચેકિંગ  હાથ ધર્યું હતું.

જણાવી દઈએ કે, જે શાળાઓમાં ફાયર NOC  છે ત્યાં ફાયર સેફ્ટીના સાધનોની ઝીણવટભરી ચકાસણી પણ કરવામાં આવી છે. ચેકીંગ દરમિયાન અનેક ક્ષતિઓ સામે આવી છે. જેમાં ફાયર ઇક્વિપમેન્ટનો અભાવ, બિલ્ડિંગ મુજબ ફાયર લોડનો અભાવ, જાહેર સ્થળોએ રાખવામાં આવેલી રબર સીટ, કાટમાળ બચાવવા બેઝમેન્ટનો ઉપયોગ વગેરેનો સમાવેશ થાય છે.

school fire 4 2024 06 2ad5b21dfaed2a9cb86427010fcc1619 અમદાવાદની શાળાઓમાં સરપ્રાઇઝ ચેકિંગ,ફાયર સેફ્ટીની ખામીઓ આવી સામે: વિદ્યાર્થીઓના જીવ જોખમ

આજે સવારે સૌથી પહેલા ઉદગમ સ્કૂલમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ફાયર NOC ને લગતા બોર્ડ લગાવવામાં આવ્યા ન હતા. એસેન્શન સ્કૂલમાં શરૂઆતથી જ ખામીઓ જોવા મળી હતી. જેમાં શાળાની વહીવટી કચેરીમાં ફાયરના સાધનોની અછત જોવા મળી હતી. શાળામાં ફાયર લોડ બિલ્ડિંગ મુજબ ન હોવાનું જાણવા મળ્યું હતું. જાહેરમાં રબરની બેઠકો મૂકવામાં આવી હતી. સ્મોક વેન્ટિલેશનની કાળજી લેવામાં આવી ન હતી. શાળામાં લેબોરેટરી સુધી પહોંચવા માટે એકને બદલે બે રસ્તા હોવા જોઈએ. શાળામાં વાયરો પણ ખુલ્લા જોવા મળ્યા હતા. જ્વલનશીલ પદાર્થો વચ્ચે માત્ર એક જ અગ્નિ ઉપકરણ રાખવામાં આવ્યું હતું.

ઉદગમ સ્કૂલમાં હાજર સ્ટાફને પણ આગ ઓલવવા માટેના સાધનો કેવી રીતે ચલાવવા તે અંગે સૂચના આપવામાં આવી હતી, પરંતુ સ્ટાફ પાસે પૂરતી જાણકારી ન હોવાના કારણે ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સ્ટાફને સ્થળ પર જ તાલીમ આપી હતી. અગ્નિશામક સાધનો કામ કરી રહ્યા છે કે કેમ તેની પણ ચકાસણી કરવામાં આવી હતી. શાળા શરૂ થાય તે પહેલા તમામ વ્યવસ્થા પૂર્ણ કરવા શાળાને સૂચના આપવામાં આવી છે.

DEO અને ફાયર વિભાગના ચેકિંગમાં સામે આવ્યુ કે સ્કૂલ દ્વારા ફાયર NOC લીધેલી છે અને ફાયર સેફ્ટીના સાધનો પણ છે પરંતુ શાળાના બિલ્ડિંગને જોતા પૂરતો ફાયર લોડ ન હોવાનુ ધ્યાને આવ્યુ છે. આ ઉપરાંત શાળામાં ઈલેક્ટ્રીક ફોલ્ટલાઈન જ્યાથી પસાર થાય છે ત્યાં જ ફોમની ગાદીઓનો મોટો જથ્થો રાખેલો હોવાનુ ધ્યાનમાં આવ્યુ છે. આ ઉપરાંત આ ફોમની ગાદીઓના ઢગલા પાછળ ફાયર સેફ્ટીના સાધનો રાખવામાં આવ્યા હતા. આ બાબત ધ્યાને આવતા જ ઈલેક્ટ્રીક ફોલ્ટલાઈનની બાજુમાંથી રબરની ગાદીઓના જથ્થાને તાત્કાલિક ત્યાથી હટાવવાનો આદેશ કરાયો છે.

આ પછી ગુલબાઈ ટેકરા ખાતે આવેલી નવકાર પબ્લિક સ્કૂલનું પણ DEO અને ફાયરની ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નવકાર સ્કૂલ પાસે ફાયર એનઓસી અને અપડેટ સાધનો ઉપલબ્ધ હતા. નવકાર સ્કૂલના બેઝમેન્ટ પાર્કિંગનો ઉપયોગ કાટમાળ સંગ્રહ કરવા માટે કરવામાં આવતો હતો. પાર્કિંગની જગ્યા બંધ કરી દેવામાં આવી હતી અને ખુરશીઓ, સામાન અને અન્ય વસ્તુઓ જગ્યાએ રાખવામાં આવી હતી. મેનેજરને તાત્કાલિક પાર્કિંગની જગ્યા ખાલી કરવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત પાંચમા માળે કાગળનો શેડ પણ હતો, તેને દૂર કરવા સૂચના આપવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વલસાડમાં તસ્કરનો આતંક, 22 તોલા દાગીનાની ચોરી

આ પણ વાંચો: લોકસભા ચૂંટણીમાં ખરાબ દેખાવના પગલે ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું

આ પણ વાંચો: દ્વારકામાંથી 16 કરોડની કિંમતનું અફઘાની ચરસ પકડાયું