અમદાવાદ/ ધોળકા ભાજપ દ્વારા કટોકટીને યાદ કરી કાળા વાવટા ફરકાવાયા

દેશમાં લાગેલી કટોકટીને (૪૬) વર્ષ પૂર્ણ થયા ત્યારે શનિવારે અમદાવાદના ધોળકા શહેર જુની નગરપાલિકાએ ભારતીય જનતા પાર્ટી દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા.

Gujarat Others
ધોળકા

કટોકટીને કાળો દિવસ ગણાવી ધોળકા ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ભાજપ પ્રમુખ રાજુભાઇ દેસાઈ, મીડિયા કન્વીનર કનુભાઈ પરમાર સહિત મોટી સંખ્યામાં ભાજપનાં કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા અને કટોકટી લાદવાનાં નિર્ણયને પ્રજા વિરોધી ગણાવી સૂત્રોચ્ચાર કર્યા હતાં.

ધોળકા

દેશમાં લાગેલી કટોકટીને (૪૬) વર્ષ પૂર્ણ થયા ત્યારે શનિવારે અમદાવાદના ધોળકા શહેર જુની નગરપાલિકાએ ભારતીય જનતા પાર્ટી દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા. ૧૯૭૫માં દેશમાં કટોકટી લગાવી દેવામાં આવી હતી. જે ૨૧ મહીના બાદ હટાવામાં આવી હતી. તત્કાલીન પ્રધાન મંત્રી ઈન્દીરાગાંધીનાં કહેવાથી તત્કાલીન રાષ્ટ્રીયપતિ ફકરૂ્દીન અલી અહેમંદે એ કલમ (૩૫૨) હેઠળ દેશમાં ઈમરજંન્સી લગાવી દીધી હતી. જેણે તમામ નાગરિકી અધિકારો છીનવી લીધા હતા હજારો નેતાઓને જેલમાં પુરી દીધા હતા. સ્વતંત્ર ભારતનો આ સૌથી વિવાદાસ્પદ દિવસ આ કાળ હતો તેમ પણ કહી શકાય છે. ઈન્દીરા ગાંધી પર ખોટી રીતે ચૂંટણી જીતવાન઼ો આરોપ હતો. એ સમયે ઈન્દીરા ગાંધીએ તેમના પદ પર રાજીનામું આપવાના બદલે દેશમાં રાતોરાત કટોકટી લગાવી લીધી હતી અને તમામ સત્તા પોતાના હાથમા લઈલીધી હતી. વિપક્ષ સભ્યો સહીત એક લાખથી વધારે લોકોને જેલમાં પુરી દેવામાં આવ્યા હતા આથી કટોકટીના આ કાળને ૪૬ વર્ષ પુરા થયા ત્યારે ભાજપ હાલમાં તમામ મોરર્ચે આ દિવસને યાદ અપાવી કોગ્રસ પર સુત્રોચાર કર્યા હતા.

આ પણ વાંચો : ડીજીટલ અને અપડેટેડ ઈન્ડિયામાં ગુજરાત રાજ્ય સરકારનું વેબપોર્ટલ જ આઉટડેટેડ