ahmedabd/ જાણીતા બિલ્ડરને ત્યાં EDની રેડ, બિલ્ડર લોબીમાં ફફડાટ

વર્ષો પહેલા CA તરીકે કાર્યરત માનીશ શાહ આજે રિયલ એસ્ટેટમાં કરોડો રૂપિયાનું રોકાણ કરી રહ્યો છે.  ઇડીને માહિતી મળી હતી કે બ્લેકમનીનું રોકાણ જમીન ખરીદીમાં કરવામા આવે છે.

Ahmedabad Gujarat
modi 2 જાણીતા બિલ્ડરને ત્યાં EDની રેડ, બિલ્ડર લોબીમાં ફફડાટ

@રવિ ભાવસાર, અમદાવાદ 

True Value બિલ્ડર ગ્રુપના ડિરેક્ટરોમાં મનીષ  શાહ અને ભાગીદાર ને ત્યાં તપાસ

સેટેલાઇટ ખાતે આવેલી ઓફિસ માં  દસ્તાવેજ અને કોમ્પ્યુટર ના ડેટા ની તપાસ

ટ્રુ વેલ્યુ ગ્રુપને ત્યાં સતત  ઇડીની તપાસ યથાવત

બિલ્ડરના ઓફિસ,રહેઠાણ સહિતના ઠેકાણાં પર ઇડીની તપાસ

લક્ઝુરિયસ ફ્લેટ્સ અને કમર્શિયલ ઓફિસ બનાવે છે આ બિલ્ડર

6 અલગ અલગ ટિમો કરી રહી છે તપાસ

ED  દ્વ્રારા નોટ કાઉન્ટીગ મશીન માંગવા માં આવ્યું

દરોડા દરમિયાન મોટી બે હિસાબી નાણાં મળ્યા હોવાની શકયતા

ED દ્વારા True Value બિલ્ડર ગ્રુપના ડિરેક્ટરોમાં મનીષ  શાહ અને ભાગીદાર ને ત્યાં srp બંદોબસ્ત સાથે તપાસ અને દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ટ્રુ-વેલ્યુ  ખાતે દરોડાની કાર્યવાહી હાથ ધરતા બિલ્ડર લોબીમાં ફફડાટ વ્યાપી ગયો છે. ED ને મળેલી માહિતી અનુસાર એકદમ ખાનગી રહે મનીષ શાહ અને તેમના ભાગીદારોના ત્યાં આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

પ્રવાસ / PM મોદીએ સ્વ. મહેશ-નરેશ બેલડીના ઘરે જઈ પાઠવી સાંત્વના…

નોધનીય છે કે, વર્ષો પહેલા CA તરીકે કાર્યરત માનીશ શાહ આજે રિયલ એસ્ટેટમાં કરોડો રૂપિયાનું રોકાણ કરી રહ્યો છે.  ઇડીને માહિતી મળી હતી કે બ્લેકમનીનું રોકાણ જમીન ખરીદીમાં કરવામા આવે છે. જો કે, મોડી રાત્રી સુધી દરોડાની કામગીરી ચાલુ રહેવા પામી હતી. ઇડીના અધિકારીઓને ટ્રુ-વેલ્યુની ઓફિસમાંથી કેટલાક જમીન ખરીદી અને બાનાખતના મોટી માત્રામાં દસ્તાવેજો મળ્યા છે. તો ૬ જેટલી ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ED  દ્વ્રારા નોટ કાઉન્ટીગ મશીન પણ માંગવા માં આવ્યું હતું. તો દરોડા દરમિયાન મોટી બે હિસાબી નાણાં મળ્યા હોવાની શકયતા પણ છે.

પ્રવાસ / PM મોદીનું અમદાવાદમાં આગમન, પૂર્વ CM કેશુભાઈને આપી શ્રદ્ધાંજ…

મનિષ દિલીપભાઇ શાહ પહેલા સીએ હતો અને તેની પ્રક્ટિસની સાથે બેન્કોમાંથી લોકોને લોન અપાવવાનું કામ કરતા કરતા તેને ફાયનાન્સ પ્રોજેક્ટો પણ શરૂ કરી દીધા હતા. પ્રોજેક્ટની રકમનો ઉપયોગ તે જમીન ખરીદીમાં કરતો હતો. 7 વર્ષ બાદ તેણે રિયલ એસ્ટેટ ક્ષેત્ર ઝંપલાવીને કોર્મશિયલ અને રેસીડેન્સીયલ સ્કીમો મુકવાનું શરૂ કર્યુ હતું. એસ.જી.હાઇવે(SG Highway) પર વાયએમસીએ(YMCA) કલબની આગળ તેની ત્રણ સ્કીમો વેસ્ટ બેન્ક નામથી હોવાની વિગતો મળી છે.

Bihar Election / નીતીશકુમાર ચૂંટણી જંગમાં હવે અનામતના સહારે..!!વસ્તીના પ્રમાણ…

સાવધાન / ભવિષ્યમાં હજુ પણ વધુ ખતરનાક રોગચાળા આવી શકે છે, વિશ્વમાં 8 લ…