Not Set/ સાયબર ક્રાઈમે બેંકના નામે છેતરપિંડી કરતું કોલ સેન્ટર ઝડપ્યું

અમદાવાદ, અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમે ઉત્તરપ્રદેશ જઈ બેંકના નામે લોકો સાથે છેતરપિંડી કરતુ કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. સાયબર ક્રાઈમની ટીમે ફરિયાદના આધારે તપાસ કરતા આરોપી પ્રશાંત પ્રેમાનંદની ધરપકડ કરી છે. સાયબર ક્રાઈમની ટીમે ઉત્તરપ્રદેશના ગૌતમ બુદ્ધ નગરમાંથી કોલ સેન્ટર ઝડપી પાડી કોલ સેન્ટરનો બધો સામાન કબજે કર્યો છે. આરોપી કોલ સેન્ટરમાંથી લોકોને ફેક ફોન […]

Top Stories Ahmedabad
mantavya 181 સાયબર ક્રાઈમે બેંકના નામે છેતરપિંડી કરતું કોલ સેન્ટર ઝડપ્યું

અમદાવાદ,

અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમે ઉત્તરપ્રદેશ જઈ બેંકના નામે લોકો સાથે છેતરપિંડી કરતુ કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. સાયબર ક્રાઈમની ટીમે ફરિયાદના આધારે તપાસ કરતા આરોપી પ્રશાંત પ્રેમાનંદની ધરપકડ કરી છે.

સાયબર ક્રાઈમની ટીમે ઉત્તરપ્રદેશના ગૌતમ બુદ્ધ નગરમાંથી કોલ સેન્ટર ઝડપી પાડી કોલ સેન્ટરનો બધો સામાન કબજે કર્યો છે. આરોપી કોલ સેન્ટરમાંથી લોકોને ફેક ફોન કરી પોતે બેંકમાંથી બોલે છે તેમ કહી લોકોને પોલીસીના બહાને એન.ઈ.એફ.ટીના માધ્યમથી ટ્રાન્જેકશન કરાવતો હતો.

આરોપીએ અત્યાર સુધીમાં અંદાજિત 25 લાખ થી વધારે ચીટિંગ કર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસે કોલ સેન્ટરમાં બીજા કેટલા લોકો સંડોવાયેલા તે માટે વધુ તપાસ હાથ ધરી છે.