Not Set/ બીગ બોસમાં થયેલા અત્યાર સુધીનાં પાંચ એવા કારનામાં, જેને જોઇને દર્શકો પણ શરમાયા

સલમાન ખાનના શો બીગ બોસની 12મી સીઝન આવી રહી છે. અત્યાર સુધીનાં 11 શોમાં એવા ઘણા બધા કિસ્સા બન્યા છે જે યાદગાર હોય. ઘણી મારામારી, લડાઈ, ગાlળોને ઘણું બધું આ શોમાં જોવા મળ્યું છે. એવાં કિસ્સાઓ જેને કારણે બીગ બોસના ઘરનો માહોલ બદલી ગયો હોય. ઘણીવાર એટલી ખરાબ ઘટનાઓ બની છે કે જેને સાંભળીને કે […]

Entertainment
big boss બીગ બોસમાં થયેલા અત્યાર સુધીનાં પાંચ એવા કારનામાં, જેને જોઇને દર્શકો પણ શરમાયા

સલમાન ખાનના શો બીગ બોસની 12મી સીઝન આવી રહી છે. અત્યાર સુધીનાં 11 શોમાં એવા ઘણા બધા કિસ્સા બન્યા છે જે યાદગાર હોય. ઘણી મારામારી, લડાઈ, ગાlળોને ઘણું બધું આ શોમાં જોવા મળ્યું છે. એવાં કિસ્સાઓ જેને કારણે બીગ બોસના ઘરનો માહોલ બદલી ગયો હોય. ઘણીવાર એટલી ખરાબ ઘટનાઓ બની છે કે જેને સાંભળીને કે જોઇને પણ શરમ આવી જાય. ઘરમાં રહેતી સેલીબ્રીટીએ કોઈપર થુક્યું છે તો કોઈને ખુબ ગંદી ગાળો આપી છે.

કિશ્વર મર્ચન્ટે કપમાં થુંકીને પીવડાવ્યું હતું પાણી

બીગ બોસની નવમી સિઝનમાં કિશ્વર મર્ચન્ટે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લેનારા ઋષભને પાણી આપવા સમયે ગ્લાસમાં થુક્યું હતું. આ વાતથી અજાણ ઋષભે આ પાણી પી લીધું હતું. આ ગંદી હરકતને કારણે કિશ્વરને ઘણું નીચું જોવા જેવું થયું હતું. જોકે આ ઘટના બાદ કિશ્વર મર્ચન્ટે બધા સામે માફી પણ માંગી હતી.

સ્વામી ઓમે કિચનમાં કર્યો હતો પેશાબ

10મી સિઝનમાં સ્વામી ઓમને સાથી પ્રતિયોગી રોહન મેહરા અને બાની પર પેશાબ ફેકવાના કારણે ઘરમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા. ઘરની બહાર નીકળ્યા બાદ એમણે સલમાન ખાનને ધમકી આપી હતી. એમણે કહ્યું હતું કે તેઓ પોતાના સમર્થકો સાથે બીગ બોસના ફાઈનલમાં જઈને સેટને આગ લગાવી દેશે અને હોસ્ટ સલમાનના હાડકાઓ ભાંગી નાખશે. પરંતુ પોલીસે સ્વામી ઓમને હિરાસતમાં લઇ લીધા હતા.

અલી કુલી મિર્ઝાએ કરી હતી આવી ગંદી હરકત

સીઝન 8 માં અલી કુલી મિર્ઝાએ ઘણા વિવાદ ઉભા કર્યા હતા જેમાંથી એક વિવાદને લઈને એમણે થપ્પડ ખાવી પડી હતી. સોનાલીએ એમના પર આરોપ લગાવ્યો હતો કે એમણે ચાદરની અંદર ખોટી રીતે અડવાની કોશિશ કરી હતી.

ગૌતમ ગુલાટી અને ડીયાન્દ્રા થયા ક્લોઝ

આઠમી સિઝનમાં ટીવી એક્ટર ગૌતમ ગુલાટી અને મોડેલ ડીયાન્દ્રા વચ્ચે બોન્ડ જોવા મળ્યો હતો. આ સિવાય તેઓએ બાથરૂમમાં પણ ઘણીવાર સાથે સમય વિતાવ્યો હતો.ત્યારબાદ પછીના અઠવાડિયે ડીયાન્દ્રાને ઘરમાંથી બહાર નીકળવું પડ્યું. અમુક અફવાઓ ત્યારે એવી ઉડી હતી કે તેઓ ઘરમાં પ્રેગનેન્ટ થઇ ગયા હતા. જોકે આ વાતને લઈને હકીકત સામે આવી ન હતી.

બેનાફ્શા અને પ્રિયાંક સુતા એક બેડ પર

૧૧મી સિઝનમાં પ્રિયાંક શર્મા સાથે બેનાફ્શા એના જ બેડ પર સુઈ ગઈ હતી જોકે બંને અલગ અલગ ચાદર લઈને સુતા હતા. પરંતુ પુનીશ અને બંદગીએ આ વાતને ઈશ્યુ બનાવીને મોટો કર્યો હતો.