Ahmedabad/ માનવતા થઇ શર્મશાર, અધુરા મહિને જન્મેલી દિકરીને તરછોડી માતાપિતા ફરાર

અમદાવાદમાં  ફરીએક વખત માનવતા લજવાય તેવો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં અધુરા મહિને જન્મેલી દિકરીને તેના જ માતા પિતા તરછોડી ફરાર થઈ ગયા. જ્યાં બાળકીનુ મોત નિપજતા નિકોલ પોલીસ મથકે ફરાર માતા પિતા વિરુધ્ધ ગુનો

Top Stories Ahmedabad Gujarat
અબડાસા 5 માનવતા થઇ શર્મશાર, અધુરા મહિને જન્મેલી દિકરીને તરછોડી માતાપિતા ફરાર

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ 

અમદાવાદમાં  ફરીએક વખત માનવતા લજવાય તેવો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં અધુરા મહિને જન્મેલી દિકરીને તેના જ માતા પિતા તરછોડી ફરાર થઈ ગયા. જ્યાં બાળકીનુ મોત નિપજતા નિકોલ પોલીસ મથકે ફરાર માતા પિતા વિરુધ્ધ ગુનો નોંધાયો છે.

જે અંગે પોલીસે ફરાર માતા પિતાની શોધખોળ શરૂ કરી છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા સિંગરવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 6 ઓક્ટોબરના રોજ ગર્ભવતી મહિલાએ અધુરા મહિને  એક બેબીને જન્મ આપ્યો હતો. જોકે આરોગ્ય કેન્દ્રમાં અપુરતા સાધનનોના કારણે બેબીને શારદાબેન હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપી હતી. જ્યાં 15 ઓક્ટોબરના રોજ બાળકી મૃત્યુ પામી હતી.

પરંતુ બાળકીને દાખલ કરી તેના માતા પિતા ફરાર થઈ ગયા હોવાથી નિકોલ પોલીસ મથકે ગુનો નોંધાયો છે.શારદાબેન હોસ્પિટના ઓફીસ ગલ્સે પ્રિયંકા ધહમાં અને કમલ મહધા નામના પતિ પત્નિ વિરુધ્ધ ગુનો નોંધાયો છે. પરંતુ પોલીસ તપાસમાં સામે આવ્યુ કે દંપતીએ હોસ્પિટલમાં પણ પોતાનુ નામ અને સરનામુ ખોટુ લખાવ્યુ હતુ. જેથી પોલીસ પણ ખોટા સરનામે પહોંચી હતી. જેથી પોલીસે હોસ્પિટલના સીસીટીવી ફુટેઝ તપાસી આરોપી સુધી પહોંચવા તજવીજ હાથ ધરી છે. જેવા આજની જનતાના સળગતા પ્રશ્નોને વાચા આપવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો  “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.