Not Set/ ગુજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થિનીની છેડતી, ભૂપત સરવૈયા સામે આરોપ

અમદાવાદ, અમદાવાદની ગાંધી વિચારધારાને અનુસરતી ગુજરાત વિદ્યાપીઠની પ્રતિષ્ઠા ખરડાઈ છે. ગુજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થિનીની સતામણીનો શરમજનક કિસ્સો સામે આવ્યો છે. આ સતામણી બીજા કોઈએ નહીં  પરંતુ વિદ્યાપીઠના જ પ્રોફેસર ભૂપત સરવૈયાએ કરી છે. ઘટના બાદ વિદ્યાપીઠે આ પ્રોફેસરને ફરજમુક્ત કર્યો છે. વિદ્યાર્થિનીએ ચાર દિવસ પહેલા વિધાપીઠના મહિલા સેલને સતામણીની ફરીયાદ કરી હતી. જે બાદ કમિટીની રચના […]

Top Stories Ahmedabad
mantavya 161 ગુજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થિનીની છેડતી, ભૂપત સરવૈયા સામે આરોપ

અમદાવાદ,

અમદાવાદની ગાંધી વિચારધારાને અનુસરતી ગુજરાત વિદ્યાપીઠની પ્રતિષ્ઠા ખરડાઈ છે. ગુજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થિનીની સતામણીનો શરમજનક કિસ્સો સામે આવ્યો છે.

આ સતામણી બીજા કોઈએ નહીં  પરંતુ વિદ્યાપીઠના જ પ્રોફેસર ભૂપત સરવૈયાએ કરી છે. ઘટના બાદ વિદ્યાપીઠે આ પ્રોફેસરને ફરજમુક્ત કર્યો છે. વિદ્યાર્થિનીએ ચાર દિવસ પહેલા વિધાપીઠના મહિલા સેલને સતામણીની ફરીયાદ કરી હતી.

જે બાદ કમિટીની રચના કરી તપાસ કર્યા બાદ વિદ્યાપીઠને રિપોર્ટ સબમીટ કરવામાં આવ્યો.. કમિટીએ કુલસચિવને ધ્યાન દોર્યું છે કે આ પ્રકારની ગંભીર ભૂલ ચલાવી ન લેવાય માટે તાત્કાલિક શિક્ષાત્મક પગલા ભરવા જોઈએ. રિપોર્ટને ધ્યાને લઈ ભૂપત સરવૈયાને ફરજમુક્ત કરાયો છે.