Not Set/ અ’વાદ: તહેવારોના પગલે આરોગ્ય વિભાગ સક્રિય, ગ્વાલિયા સ્વીટ્સ અને ક્રિષ્ના ડેરી પર પાડ્યા દરોડા

અમદાવાદ, દિવાળીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કેટલાક વેપારીઓ પોતાની લાલચના કારણે લોકોને ઝેર પીરસી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. વેપારીઓ વધુ નફાની લાલચમાં આવી લોકોના સ્વાસ્થય સાથે ચેડા કરતા હોય છે. ત્યારે આવા વેપારીઓ સામે આરોગ્ય વિભાગની ટીમે આંખ લાલ કરી છે. જેને લઈને અમદાવાદની આરોગ્ય ટીમ સક્રિય બની મોટા પ્રમાણમાં ફરસાણ […]

Ahmedabad Top Stories Gujarat Trending Videos
mantavya 14 અ'વાદ: તહેવારોના પગલે આરોગ્ય વિભાગ સક્રિય, ગ્વાલિયા સ્વીટ્સ અને ક્રિષ્ના ડેરી પર પાડ્યા દરોડા

અમદાવાદ,

દિવાળીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કેટલાક વેપારીઓ પોતાની લાલચના કારણે લોકોને ઝેર પીરસી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. વેપારીઓ વધુ નફાની લાલચમાં આવી લોકોના સ્વાસ્થય સાથે ચેડા કરતા હોય છે. ત્યારે આવા વેપારીઓ સામે આરોગ્ય વિભાગની ટીમે આંખ લાલ કરી છે.

જેને લઈને અમદાવાદની આરોગ્ય ટીમ સક્રિય બની મોટા પ્રમાણમાં ફરસાણ અને ડેરી પ્રોડકટ બનાવતા યુનિટો પર રેડ પાડી છે. અમદાવાદની આરોગ્ય ટીમે ગ્વાલિયા સ્વીટ્સ અને ક્રિષ્ના ડેરી પ્રોડકટ પર ચેકિંગ હાથ ધર્યું હતુ. જેમાં આરોગ્ય વિભાગની ટીમે કેટલાક ખાદ્ય પદાર્થોનો નમૂના એકત્રિત કરી તેને તપાસ અર્થે મોકલી આપ્યા હતા.

તો બીજી બાજુ ગ્વાલિયા સ્વીટસના ઉત્પાદન એકમમાં બિન આરોગ્ય પ્રદ વાતાવરણ અને વેફર્સ માટે ઉપયોગ કરાતા બટાકા સડેલા હોવાનું જણાઈ આવતા આરોગ્ય વિભાગની ટીમે ગ્વાલિયા સ્વીટ્સને નોટીસ ફટકારી હતી અને વહીવટી ચાર્જ વસૂલ કર્યો હતો.

આ સાથે આરોગ્ય વિભાગની ટીમે ઉત્પાદન એકમમાં સ્વચ્છતા રાખવા પણ ટકોર કરી છે. આરોગ્ય વિભાગની ટીમે જણાવ્યું હતુ કે આ ઝુંબેશ સતત ચાલતી રહેશે અને દિવાળી પર્વની પહેલા આવા ઝેરના સોદાગર જે ગ્રાહકો પાસેથી રૂપિયા લઈ તેમને ઝેર પીરસે છે તેમની સામે કડક કાર્યવાહી કરશે.