Not Set/ અમદાવાદના નામાંકિત રિદ્ધિ સિદ્ધિ લિમિટેડ પર દરોડા,4 કરોડથી વધુ રોકડ રકમ ઝડપાઈ

અમદાવાદ, અમદાવાદમાં શુક્રવારે મોડી રાત્રે આઇટી વિભાગ દરોડા પાડ્યા હતા. આ દરોડા ચોકક્સ બાતમીના આધારે સીજી રોડ ખાતે આવેલી નામાકિંત રિદ્ઘી સિદ્ઘી ગ્લુકો બાયોલ્સ  લિમિટેડ કંપની પર પાડવામાં આવ્યા હતા. આઇટીના દરોડાની આ કાર્યવાહી દરમિયાન રૂપિયા સાડા ચાર કરોડની બેનામી રોકડ રકડ ઝડપાઇ હતી. જેના કારણે આઇટી વિભાગે કંપનીના ચેરમેન ગણપતરાજ ચૌધરી અને ડાયરેક્ટર વૈશાલી […]

Top Stories Ahmedabad Gujarat Videos
mantavya 26 અમદાવાદના નામાંકિત રિદ્ધિ સિદ્ધિ લિમિટેડ પર દરોડા,4 કરોડથી વધુ રોકડ રકમ ઝડપાઈ

અમદાવાદ,

અમદાવાદમાં શુક્રવારે મોડી રાત્રે આઇટી વિભાગ દરોડા પાડ્યા હતા. આ દરોડા ચોકક્સ બાતમીના આધારે સીજી રોડ ખાતે આવેલી નામાકિંત રિદ્ઘી સિદ્ઘી ગ્લુકો બાયોલ્સ  લિમિટેડ કંપની પર પાડવામાં આવ્યા હતા.

આઇટીના દરોડાની આ કાર્યવાહી દરમિયાન રૂપિયા સાડા ચાર કરોડની બેનામી રોકડ રકડ ઝડપાઇ હતી. જેના કારણે આઇટી વિભાગે કંપનીના ચેરમેન ગણપતરાજ ચૌધરી અને ડાયરેક્ટર વૈશાલી પટેલના ધરે પણ તવાઇ બોલાવી હતી.

ત્યારે મહત્વનું કહીં શકાય કે રિદ્ઘી સિદ્ઘી ગ્લુકો બાયોલ્સ લિમિટેડ કંપનીની બીજી ઓફિસ બોપલ આંબલી રોડ પર આવેલી છે. ત્યાં પણ ગઇકાલે સાંજે ચાર વાગ્યાથી દરોડાની કામગીરી હાથ ધરાઇ. મહત્વની વાત તો એ છે કે મોડી રાત્રે શરૂ કરવામાં આવેલી આ કાર્યવાહી સવારે પણ યથાવત રહી હતી.

આ કાર્યવાહી દરમિયાન હજુ પણ મોટાપાયે બેનામી વ્યવહારો મળે તેવી શક્યતા દેખાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે નોટબંધી બાદ આઇટીના આ મોટા દરોડા કહીં શકાય છે.

ખાસ વાત તો એ છે કે આઇટી વિભાગ દ્વારા સામાન્ય રીતે શનિવાર અને રવિવારે દરોડાની કાર્યવાહી કરવામાં આવતી નથી..પરંતુ આ દરોડા શુક્રવારે રાત્રે પાડવામા આવ્યા હતા. જે આજે સવાર સુધી યથાવત રહી.