Ahmedabad/ આશ્રમરોડના અનેરો ઇતિહાસ વિષે જાણો છો ? શા માટે આવું નામકરણ કરવું પડ્યું ?

આશ્રમરોડના અનેરો ઇતિહાસ વિષે જાણો છો ? શા માટે આવું નામકરણ કરવું પડ્યું ?

Ahmedabad Gujarat Trending
corona 45 આશ્રમરોડના અનેરો ઇતિહાસ વિષે જાણો છો ? શા માટે આવું નામકરણ કરવું પડ્યું ?

@રીમા દોશી, અમદાવાદ 

અમદાવાદના 610 માં જન્મદિન એ અમદાવાદમાં અનેક એવા એતિહાસિક સ્થાપત્યો છે જે અમદાવાદની શાનમાં સતત વધારો કરી રહ્યા છે ત્યારે અમદાવાદના આશ્રમરોડનો પણ અનેરો ઇતિહાસ છે. અમદાવાદમા આવેલ આશ્રમ રોડ જાણીતો છે. શહેરીજનો અનેકવાર આ માર્ગ પરથી પસાર થયા હશે.  પરંતુ શા માટે તે માર્ગ આશ્રમરોડ તરીકે ઓળખાય છે તે ઓછા લોકોને ખ્યાલ હશે.

Sabarmati Ashram 2021: Know All About This Historical Wonder

સ્માર્ટ સીટી અમદાવાદમા આવેલ આશ્રમરોડ ટ્રાફીકથી ધમધમતો રોડ છે. આશ્રમ રોડ એટલે ગાંધીજીના બે આશ્રમને જોડતો રોડ. પાલડીના કોચરબ એટલેકે સત્યાગ્રહ આશ્રમ અને વાડજના ગાંધીઆશ્રમને જોડતા આ માર્ગને આશ્રમરોડ નામ આપવામા આવ્યુ છે. 1915માં ગાંધીજી દક્ષિણ આફ્રીકાથી પરત ફર્યા ત્યારે તેઓએ નીર્ણય કર્યો હતો કે તેઓ અમદાવાદમા સ્થાઇ થઇ અમદાવાદને તેમની કર્મભુમી બનાવશે.

Kocharab Ashram

20 મે 1915મા રોજ કોચરબ વિસ્તારમાં આવેલ બેરીસ્ટર જીવણલાલ દેસાઇના બંગ્લામાં આશ્રમ શરુ કર્યો તેને સત્યાગ્રહ આશ્રમ નામ આપવામાં આવ્યુ. આ આશ્રમમાં  બે વર્ષ રહ્યા બાદ ગાંધીજી આશ્રમને વાડજ પાસે લઇ ગયા, જે આજે ગાંધી આશ્રમ તરીકે ઓળખાય છે. આમ કોચરબ આશ્રમ અને ગાંધી આશ્રમને જોડતા આ માર્ગને આશ્રમ રોડ નામ આપવામા આવ્યુ છે. તો ઇનકમટેક્ષ ખાતે ગાંધીજીની પ્રતિમા મુકવામાં આવી છે. જે ગાંધીજીની દાંડીકુચની યાદ અપાવે છે.

Birthday / હેપ્પી બર્થડે વર્લ્ડ હેરીટેજ સીટી અમદાવાદ, આજે 610મો સ્થાપના દિન

ગાંધીજીએ અમદાવાદને પોતાની કર્મભુમી બનાવી હતી. અને આથી આજે પણ અમદાવાદમાં બાપુની અનેક યાદો સચવાયેલી જોવા મળે છે. અહી આવેલ  ગાંધી આશ્રમ અને કોચરબ આશ્રમની મોટી સંખ્યામા લોકો મુલાકાત લેવા આવે છે.

Surat / ‘આપ’ સંયોજક કેજરીવાલનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, રોડ શો કરી સુરતીલાલાઓનો માનશે આભાર